બેડ ન્યુઝ ! ઉજડી ગયુ ધનશ્રી-ચહલનું ઘર? નતાશા-હાર્દિક બાદ વધુ એક પોપ્યુલર કપલ થઇ રહ્યુ છે અલગ; જાણો સમગ્ર વિગત

પ્રખ્યાત કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા અને ક્રિકેટર યુઝવેન્દ્ર સિંહના લગ્ન જીવનમાં છેલ્લા કેટલાક સમયથી અણબનાવની અફવાઓ ચાલી રહી છે. આ કપલે 22 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન કર્યા હતા. હવે અફવા છે કે ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર સિંહ ચહલ છૂટાછેડા લઈ રહ્યા છે. આ અફવાઓ કેમ ફેલાઈ રહી છે તેના વિશે વાત કરીએ તો…ચહલ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને હંમેશા મસ્તીના મૂડમાં જોવા મળે છે, પરંતુ તાજેતરમાં તેણે કંઈક એવું કર્યું કે બધા ચોંકી ગયા.

વાસ્તવમાં ક્રિકેટરે તેની પત્ની અને કોરિયોગ્રાફર ધનશ્રીને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી અને તેની સાથેની તમામ તસવીરો ડિલીટ કરી દીધી. જો કે, તેણે તેના એકાઉન્ટ પર ધનશ્રી સાથેની એક તસવીર રાખી છે જે રણવીર અલ્લાહબાદિયા સાથેના પોડકાસ્ટની છે. ધનશ્રીએ પણ યુઝીને અનફોલો કરી દીધો છે પરંતુ તેની સાથેની તસવીરો ડિલીટ કરી નથી.

બંનેના આ પગલા પછી એવી અફવાઓ ફેલાઈ રહી છે કે કપલનું લગ્નજીવન સારું નથી ચાલી રહ્યું અને હવે આ કપલ છૂટાછેડા લઈ શકે છે. જણાવી દઈએ કે 2023માં પણ ચહલ અને ધનશ્રીના છૂટાછેડાની અફવાઓ ફેલાઈ હતી. આ ત્યારે શરૂ થયું જ્યારે ધનશ્રીએ ઈન્સ્ટાગ્રામ પર તેના નામમાંથી ‘ચહલ’ સરનેમ હટાવી દીધી. ધનશ્રીએ આ બધું યુઝવેન્દ્રની ક્રિપ્ટિક આઈજી સ્ટોરી શેર કર્યા પછી કર્યું હતુ.

વાસ્તવમાં, યુઝીએ પોતાની સ્ટોરીમાં લખ્યુ હતું કે, ‘નવી જિંદગી લોડ થઈ રહી છે’ ત્યાર બાદ આ કપલના ડિવોર્સની અટકળો શરૂ થઈ હતી. પરંતુ યુઝવેન્દ્રએ એક પોસ્ટ કરી અલગ થવાના સમાચારને અફવા ગણાવી. ક્રિકેટરે તેના ચાહકોને જવાબદાર બનવા અને ધનશ્રી સાથેના તેના સંબંધોને લગતી અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી અને લોકોને અફવાઓ ન ફેલાવવા પણ કહ્યું.

ઇટાઇમ્સના લેટેસ્ટ અપડેટ અનુસાર, એક સૂત્રના જણાવ્યા અનુસાર, યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના અલગ થવાની અફવાઓ સાચી છે. અહેવાલમાં સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ‘છૂટાછેડાને રોકી નથી શકાતા, અને તે સત્તાવાર થવામાં બસ થોડો સમય બાકી છે. તેમના અલગ થવાના વાસ્તવિક કારણો હજુ સુધી જાણી શકાયા નથી, પરંતુ તે સ્પષ્ટ છે કે આ કપલે અલગ થઇ જીવન જીવવાનો નિર્ણય લીધો છે.

Shah Jina