₹107નો શેર, સીધો આવી ગયો ₹3 પર….તમારી પાસે તો નથી ને આ કંપનીના શેર ? બાકી ભરાઈ ગયા સમજો…

અનિલ અંબાણીની આગેવાનીવાળી કંપની રિલાયન્સ હોમ ફાઇનાન્સના શેર આ દિવસોમાં સતત ઘટી રહ્યા છે. ગત શુક્રવારે કંપનીનો શેર 2% થી વધુ ઘટી રૂ. 3.75 પર આવી ગયો હતો. છેલ્લા પાંચ દિવસમાં કંપનીના શેરમાં 9%નો ઘટાડો થયો છે. આ વર્ષે જાન્યુઆરીમાં ત્રણ ટ્રેડિંગ દિવસોમાં તેમાં 5%નો ઘટાડો નોંધાયો હતો.

જ્યારે આ શેર 6 જાન્યુઆરી સોમવારના રોજ 3.67 પર ટ્રેડ થઇ રહ્યો છે. જણાવી દઈએ કે કંપનીમાં LICની મોટી ભાગીદારી છે. LIC કંપનીના 74,86,599 શેર ધરાવે છે. આ રિલાયન્સ હોમ ફાઇનાન્સના 1.54 ટકા હિસ્સાની સમકક્ષ છે જેણે છેલ્લા એક મહિનામાં 39% સુધીનું વળતર આપ્યું છે અને પાંચ વર્ષમાં 34% સુધી વધ્યો છે.

જો કે, લાંબા ગાળે તેને મોટું નુકસાન પણ થયું છે. 22 સપ્ટેમ્બર 2017ના રોજ આ શેરની કિંમત 107 રૂપિયા હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેમાં 99%નો ઘટાડો થયો છે. રિલાયન્સ હોમ ફાઇનાન્સના શેરની 52 વીક હાઇ રૂ. 6.22 અને 52 વીક લો રૂ. 2.15 છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 185.59 કરોડ છે.

Shah Jina