BREAKING: બોલિવુડના કરીના કપૂર, અનુષ્કા શર્માની લાડલીની ડિલિવરી કરનારા ફેમસ ગાયનેકોલોજિસ્ટ હવે નથી રહ્યા, 95 વર્ષની ઉંમરે નિધન

ફેમસ ગાયનેકોલોજિસ્ટ ડૉ.રૂસ્તમ સૂનાવાલાનું 95 વર્ષની વયે અવસાન થયું છે. સુનાવાલા ઉંમર સંબંધિત બીમારીથી પીડિત હતા. મહિલા આરોગ્ય અને કુટુંબ નિયોજનમાં યોગદાન માટે તેમને 1991માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. જો કે દુનિયા માટે ડોક્ટર પણ બોલિવૂડની હાઈ પ્રોફાઈલ સેલિબ્રિટીથી લઈને સામાન્ય મહિલા સુધી- તેમનું મોટુ યોગદાન પોલીથીન IUDની શોધ હતું, જે અગાઉના ડિવાઇસીસની તુલનામાં વધુ સુરક્ષિત સાબિત થયું હતું.

તેમણે 1948માં ઈન્ટ્રા યુટેરાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ બનાવ્યું અને આ માટે તેમને 1991માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. ફેડરેશન ઑફ ઑબ્સ્ટેટ્રિક એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટી ઑફ ઈન્ડિયાના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. હૃષિકેશ પાઈએ કહ્યું, ‘દેશમાં વંધ્યત્વ ટ્રીટમેન્ટની પ્રોગ્રેસમાં તેમનું મહત્ત્વનું યોગદાન હતું. ડૉ. સૂનાવાલા સર્જરીથી ઘણા સમય પહેલા જ નિવૃત્ત થઇ ગયા હતા.

જો કે તેમ છત્તાં તેઓ થોડા વર્ષો સુધી કાઉન્સેલિંગ આપીને આ વ્યવસાયમાં સક્રિય રહ્યા હતા. જણાવી દઈએ કે રૂસ્તમ સૂનાવાલાએ ઘણી દિગ્ગજ અભિનેત્રીઓની ડિલીવરી કરી છે, જેમાં બબીતા, નીતુ કપૂર, કરીના કપૂર, અનુષ્કા શર્માની દીકરી અને અન્ય અભિનેત્રીઓ પણ સામેલ છે. જાણીને નવાઈ લાગશે કે કરીનાના જન્મ સમયે માતા બબીતાની ડિલીવરી ડૉ. સૂનાવાલાએ કરી હતી.

કરીના કપૂરનો જન્મ 21 સપ્ટેમ્બર 1980ના રોજ થયો હતો. જે ડૉક્ટરના કરીનાનો જન્મ થયો હતો, તેમના જ હાથે કરીનાના પુત્ર તૈમુરનો પણ જન્મ થયો હતો. ડૉ.સૂનાવાલાએ શાહરૂખ ખાનની પત્ની ગૌરી અને રણબીર કપૂર વખતે નીતુ સિંહની પણ ડિલીવરી કરાવી હતી. સૂનાવાલાએ અનુષ્કા શર્માની પણ ડિલિવરી કરાવી છે. આ યાદીમાં જયા બચ્ચન અને વિજય માલ્યાની પત્નીનો પણ સમાવેશ થાય છે.

Shah Jina