એક્ટ્રેસ સના ખાન પોતાની પર્સનલ લાઈફને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. બિગ બોસ 6ની ભૂતપૂર્વ કંટેસ્ટેંટ અને એક્ટ્રેસ સના ખાન બીજી વખત માતા બની છે. સના અને તેના પતિ અનસ સૈયદે સોશિયલ મીડિયા પર બીજા પુત્રના આગમન પર ખુશી વ્યક્ત કરી છે. આ માહિતી ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલ પર કપલે આપી હતી. જણાવી દઈએ કે સના અને અનસ પહેલાથી જ એક પુત્ર સૈયદ તારિક જમીલના પેરેન્ટ્સ છે.
ખાસ પોસ્ટ શેર કરી આપી ગુડ ન્યુઝ
સના ખાને બીજી વખત મા બનવાની ખુશી પર એક પોસ્ટ શેર કરી. ઇન્સ્ટાગ્રામ પર ખાસ પોસ્ટ શેર કરતી વખતે લખ્યું, “અલ્લાહ તાલાએ નસીબમાં બધું લખ્યું છે. જ્યારે સમય આવે છે, અલ્લાહ આપે છે, અને જ્યારે તે આપે છે, તે ખુશીઓથી ઝોલી ભરી દે છે.” આ પોસ્ટ આવતા જ ચાહકો તેને અભિનંદન આપી રહ્યા છે.
પતિએ પુત્રને કાનમાં સંભળાવી પહેલી અઝાન
ગત રોજ સનાની પોતાની યુટ્યુબ ચેનલ પર એક વ્લોગ શેર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં સનાએ તેની હોસ્પિટલ સુધીની સફર બતાવી હતી. વીડિયોમાં સનાના પતિ અનસ સૈયદે નાના પુત્રના કાનમાં પહેલી અઝાન સંભળાવી હતી. આ દરમિયાન તેમનો મોટો દીકરો પણ સાથે જોવા મળ્યો હતો. જો કે આ દરમિયાન સના વીડિયોમાં ક્યાંય જોવા મળી ન હતી.
વર્ષ 2023માં જ બની હતી પહેલા બાળકની માતા
સનાના પહેલા પુત્રનો જન્મ 2023માં થયો હતો, જેનું નામ કપલે તારિક જમીલ રાખ્યુ છે. હવે તેણે બીજી વખત માતા બનવાનો આનંદ તેના ચાહકો સાથે શેર કર્યો છે. થોડા સમય પહેલા તેણે એક પોસ્ટ શેર કરીને પોતાની પ્રેગ્નેંસી વિશે જાણકારી આપી હતી. સોમવારે સના ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બીજા પુત્રના જન્મના સારા સમાચાર શેર કર્યા. સના અને અનસ સૈયદના બીજા પુત્રનો જન્મ 5 જાન્યુઆરી 2025ના રોજ થયો હતો.
ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી મૌલવી સાથે કર્યા નિકાહ
વર્ષ 2020માં સના ખાને એક્ટિંગની દુનિયા છોડવાની જાહેરાત કરી હતી. આ પછી તેણે બિઝનેસમેન અને ધાર્મિક નેતા મુફ્તી અનસ સૈયદ સાથે લગ્ન કર્યા. જણાવી દઈએ કે સના ખાન ‘બોમ્બે ટુ ગોવા’ અને ‘ટોયલેટઃ એક પ્રેમ કથા’ જેવી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે. જો કે, હવે તે એક્ટિંગ છોડીને પોતાના અંગત જીવન પર ધ્યાન આપી રહી છે અને ચાહકો સાથે તેના જીવનના અપડેટ્સ શેર કરતી રહે છે.
ગયા વર્ષે 24 નવેમ્બરે કરી હતી બીજી પ્રેગ્નેંસીની જાહેરાત
સના ખાને ગયા વર્ષે 24 નવેમ્બરે તેની બીજી પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી. તે સમયે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું – ‘સૈયદ તારિક જમીલ મોટા ભાઈ બનવા માટે ઉત્સાહિત છે. પ્રિય અલ્લાહ, અમે આ વરદાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. અલહમ દુલ્લા. સનાએ 5 જુલાઈ 2023ના રોજ મોટા પુત્ર તારિકને જન્મ આપ્યો હતો. જે બાદ તે હવે ફરી માતા બની છે.
View this post on Instagram
છોડી ગ્લેમર ઇન્ડસ્ટ્રી
સના ખાન ટીવી, ફિલ્મો અને વેબ સિરીઝમાં જાણીતું નામ હતી જો કે લોકપ્રિયતા બાદ તેણે ગ્લેમર ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લીધો. આ પછી વર્ષ 2020માં તે મૌલવી અને ઉદ્યોગપતિ અનસ સૈયદ સાથે નિકાહ કરીને ધાર્મિક ગુરુ બની ગઈ. હવે તે સોશિયલ મીડિયા પર લોકોને ધર્મ વિશે શીખવે છે. તે સોશિયલ મીડિયા પર તેના ઘણા વીડિયો શેર કરતી રહે છે. ખાસ વાત એ છે કે પહેલા સના ટૂંકા ડ્રેસમાં જોવા મળતી અને હવે તે માત્ર હિજાબ પહેરે છે.