‘બુઆ જી’ એ કેમ છોડ્યો ‘ધ કપિલ શર્મા શો’ ? વર્ષો બાદ ઉપાસના સિંહ બોલી- મને ટોર્ચર…

‘ટોર્ચર થઇ ગયુ હતુ…’, કપિલ શર્મા શો છોડવાને લઇને ઉપાસના સિંહે પહેલીવાર તોડી ચુપ્પી

2013માં જ્યારે કોમેડી નાઈટ્સ વિથ કપિલ ટીવી પર શરૂ થયુ ત્યારે અભિનેત્રી ઉપાસના સિંહ કાસ્ટનો ભાગ હતી. તે શોમાં બુઆની ભૂમિકા ભજવતી હતી. પછી થોડા વર્ષો પછી, આ શો કલર્સ ટીવીથી હટી સોની ચેનલ પર આવી ગયો. અને આ વખતે ઉપાસના નહોતી. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં ઉપાસનાએ જણાવ્યું કે તેણે કપિલ શર્માનો શો કેમ છોડ્યો…સિદ્ધાર્થ કન્નન સાથે વાત કરતાં ઉપાસના સિંહે કહ્યું કે ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ને અઢી વર્ષ સુધી ઘણો પ્રેમ મળ્યો. પરંતુ એક સમયે તેને એવું લાગવા માંડ્યું કે હવે તેના પાત્રમાં નવું કંઈ નથી.

ઉપાસનાએ એમ પણ જણાવ્યું કે તેણે કપિલ સાથે આ અંગે વાત પણ કરી હતી. ઉપાસનાએ કહ્યું, “એક સમય પછી મારા પાત્ર પાસે કંઈ નહોતું. મેં આ વાત કપિલને પણ કહી. અમારા હજુ પણ ઘણા સારા સંબંધો છે. એવું નથી કે અમારી વચ્ચે ઝઘડો થયો હતો. મેં તે સમયે કપિલને કહ્યું હતું કે હવે તે મારા માટે પહેલા જેવું નથી રહ્યું. એમાં કોઈ મજા નહોતી. તે સમયે, કપિલની ફિલ્મ રિલીઝ થવાની હતી અને તે પોતે મુખ્ય ભૂમિકા માટે તૈયારી કરી રહ્યો હતો.

આ એ જ સમય હતો જ્યારે કપિલ અને કલર્સ ચેનલ વચ્ચે વસ્તુઓ બરાબર ચાલી રહી ન હતી. મારો કોન્ટ્રાક્ટ કલર્સ સાથે હતો. કપિલની ટીમ સાથે નહિ. તેથી જ્યારે કપિલે સોની ચેનલ સાથએ મૂવ કર્યુ ત્યારે હું તે કરી શકી નહીં. કારણ કે મારો કોન્ટ્રાક્ટ કલર્સ ચેનલ સાથે હતો.”ઉપાસનાએ કહ્યું, ”કલર્સ વાળા એ સમયે કૃષ્ણા અભિષેક સાથે એક શો લાવી રહ્યા હતા. તેમણે મને કહ્યુ કે તમે શોમાં રહો. પછી કપિલ અને અભિષેકની બે-બે ટીમો હતી.

આ બંને ટીમો વચ્ચે ટેન્શન થઇ ગયુ હતુ. જેમ હું સેટ પર જઉ તો તે લોકો બોલવાનું બંધ કરી દે. મારી કોઇ પંચ લાઇન હોય તો તે કાપી દેતા હતા. મને લાગ્યુ કે આ કેમ થઈ રહ્યું છે. હું નામ લેવા માંગતી નથી પરંતુ હું ખૂબ જ ટોર્ચર અનુભવી રહી હતી. જે બાદ મને કપિલ તરફથી મને બોલાવવામાં આવી. પરંતુ ત્યાં સુધીમાં મેં પ્રોડ્યુસર તરીકે બે ફિલ્મોમાં પૈસા લગાવી દીધા હતા. બીજું કામ પણ કરવાનું શરૂ કર્યું.” ઉપાસના સિંહે કહ્યું કે તે પહેલાથી જ શો છોડવા માંગતી હતી. અલી અસગર સાથે પણ આવું જ થયું.

તેના પાત્રમાં પણ કંઈ નવું નહોતું. જેના કારણે તેણે શો છોડી દીધો હતો. ઉપાસનાએ સુનીલ ગ્રોવર અને કપિલ શર્મા વચ્ચેની લડાઈ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે તે સમયે તે ટીમ સાથે ન હતી પરંતુ તેને ચોક્કસપણે ખ્યાલ આવી ગયો હતો કે કપિલ અને સુનીલ વચ્ચે કંઈક મોટું ટેન્શન હતું. જણાવી દઇએ કે, ઉપાસના એક જાણીતી અભિનેત્રી અને કોમેડિયન છે. જે ‘જુદાઈ’, ‘ઓહ માય ફ્રેન્ડ ગણેશા’, ‘જુડવા 2’ જેવી હિન્દી ફિલ્મોમાં જોવા મળી છે. ઘણી ટીવી સિરિયલો અને શો ઉપરાંત તે પંજાબી ફિલ્મોમાં પણ જોવા મળી છે.

Shah Jina