નવા વર્ષની શરૂઆતમાં જ મનોરંજન જગતમાંથી આવ્યા દુખદ સમચાર, 300 ફિલ્મોમાં કામ કરી ચૂકેલી મશહૂર એક્ટ્રેસનું નિધન

‘પરિણીતા’ ફેમ એક્ટ્રેસ અંજના રહેમાનનું નિધન, 3 દિવસ સુધી લડતી રહી જિંદગી અને મોતની જંગ

નવા વર્ષની શરૂઆતમાં જ મનોરંજન જગતમાંથી ખરાબ સમાચારો આવવાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. પ્રખ્યાત અભિનેત્રી અંજના રહેમાનનું 60 વર્ષની વયે નિધન થયું છે. આ સમાચાર સામે આવતા જ મનોરંજન જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંજના રહેમાનનું શુક્રવારે મધરાતે એટલે કે લગભગ 1.10 વાગ્યે નિધન થયું હતું.

તે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને બાંગ્લાદેશના ઢાકાની બંગબંધુ શેખ મુજીબ યુનિવર્સિટી (BSMMU) હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. અહેવાલ મુજબ, એક્ટ્રેસને પહેલા હળવો તાવ આવ્યો હતો અને પછી બ્લડ ઇન્ફેક્શન થયું હતું, તેથી ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. પરંતુ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહિ અને 1 જાન્યુઆરીએ તેમને MSMMUમાં શિફ્ટ કરવામાં આવ્યા.

ત્યાં તબીબોની ટીમે તેમની સારવાર કરી પરંતુ તબિયત વધુ બગડતાં વેન્ટિલેટર પર ખસેડવા પડ્યા અને તે જીવનની લડાઈ હારી ગયા. આર્ટિસ્ટ એસોસિએશનના પ્રમુખ મીશા સવદાગોરે પ્રોથોમ ઓલોથી અંજનાના નિધનની પુષ્ટિ કરી હતી. અંજના રહેમાને તેમની અભિનય કારકિર્દીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. અંજનાની ફિલ્મોની ગણતરી કરવામાં આવે તો તે 300થી વધુ છે. અંજનાએ ‘પરિણીતા’માં લોલિતાની ભૂમિકા ભજવી હતી જે એક યાદગાર ભૂમિકા છે અને આ માટે તેમને બાંગ્લાદેશના રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અંજનાએ બાંગ્લાદેશી ફિલ્મો ઉપરાંત શ્રીલંકન, પાકિસ્તાની, નેપાળી અને તુર્કી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે મિથુન ચક્રવર્તી સાથે એક બોલિવૂડ ફિલ્મમાં પણ કામ કર્યું હતુ. જણાવી દઈએ કે અંજના રહેમાનનો જન્મ એક હિંદુ પરિવારમાં થયો હતો. પરંતુ તેમનું હૃદય એક મુસ્લિમ પ્રોડ્યુસર-ડાયરેક્ટર અઝીઝુર રહેમાન બુલી પર આવી ગયુ હતું. લગ્ન પહેલા અંજના રહેમાનનું આખું નામ અંજના સાહા હતું, પરંતુ લગ્ન બાદ તેમણે ધર્મ પરિવર્તન કર્યુ હતુ.

Shah Jina