પ્રિયંકા ચોપરાએ બિકિની પહેરી સમુદ્ર કિનારે આપ્યા એવા એવા પોઝ કે તસવીરો પર અટકી ગઇ ચાહકોની નજર
એવું શક્ય નથી કે ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર કંઈક શેર કરે અને કોઈ ચર્ચા ન થાય. આવી સ્થિતિમાં જ્યારે પ્રિયંકાએ નવી તડકતી-ભડકતી પોસ્ટ શેર કરી તો બધાની નજર થંભી ગઈ. જો કે કેટલાક તો પ્રિયંકા-નિકની 3 વર્ષની ક્યૂટ દીકરી માલતીને જ જોતા રહી ગયા હતા. આ પોસ્ટ સાથે ગ્લોબલ સ્ટારે 2025નું ખુલ્લેઆમ સ્વાગત કર્યું.
પ્રિયંકાએ તેના પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરી સાથે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરી છે. એક તસવીરમાં પ્રિયંકા તેના આલીશાન વિલાના ટેરેસ પર બિકીની પહેરેલી જોવા મળે છે. આ દરમિયાન પ્રિયંકા અને નિક પોઝ આપી રહ્યાં છે, જ્યારે માલતી રમતી જોવા મળે છે. બીજી એક તસવીરમાં તે નિક સાથે બીચ પર રેડ બિકીનીમાં જોવા મળે છે.
અન્ય એક તસવીરમાં અભિનેત્રી જેટ સ્કી પર બેઠેલી જોવા મળી રહી છે. જ્યારે અન્ય તસવીરોમાં પ્રિયંકા અને પુત્રી માલતી સાથે જોવા મળે છે. તસવીરો શેર કરતા એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું છે, 2025 માટે જીવન મુક્તપણે જીવવું એ મારું લક્ષ્ય છે. સુખ, આનંદ અને શાંતિ રહે. આ નવા વર્ષમાં આપણે બધાને ઘણું બધું મળે.
2025ની શુભતકામનાઓ, તમામ અદ્ભુત યાદો માટે આભાર. પ્રિયંકાના હોલિડે આલ્બમમાં દરેક તસવીર ખાસ છે. ક્યારેક તે નિક સાથે બીચ પર પોઝ આપતી તો ક્યારેક માલતી સાથે રમતી તો ક્યારેક વોટર સ્પોર્ટ્સ કરતી જોવા મળી રહી છે. આ ઉપરાંત બિકીનીમાં તેની સ્ટાઈલ પણ જોવા જેવી હતી. દેસી ગર્લની હોટ અને બોલ્ડ તસવીરો પરથી તો ચાહકો નજર પણ નથી હટાવી શકતા.
પ્રિયંકા એક તસવીરમાં સ્ટાઇલિશ ક્રોપ ટોપ અને મેચિંગ શોર્ટ્સમાં જોવા મળી હતી. જેના પર યલો, બ્લૂ, જાંબલી અને ઓરેન્જ શેડ્સની લાઇનિંગ પેટર્ન છે. આ ઉપરાંત એક તસવીરમાં તે બિકિની પહેરી સ્વિમિંગ પુલમાં પણ તરતી જોવા મળી હતી. નિકની વાત કરીએ તો તે બ્લેક ટી-શર્ટ અને પ્રિન્ટેડ ગ્રે શોર્ટ્સમાં જોવા મળ્યો હતો. ત્યાં માલતી બ્લુ બોડીસુટ અને કેપમાં મોજ કરી રહી હતી.
એટલું જ નહીં, પ્રિયંકાનો વધુ એક લુક ફણ ગોર્જિયસ હતો, જેમાં તે આરામદાયક સફેદ લૂઝ શર્ટમાં પોતાની સ્ટાઈલથી બધાને દિવાના બનાવી રહી હતી. એક્ટ્રેસના વર્કફ્રન્ટ કારકિર્દી વિશે વાત કરીએ તો, તેની પાસે ઘણા રોમાંચક પ્રોજેક્ટ્સ છે, જેમાં “હેડ્સ ઓફ સ્ટેટ” પણ શામેલ છે. આમાં તેની સાથે ઇદરિસ એલ્બા અને જોન સીના જોવા મળશે.
આ એક એક્શન કોમેડી ફિલ્મ છે. તે “ધ બ્લફ”માં 19મી સદીના કેરેબિયન સમુદ્રી ડાકૂની ભૂમિકા નિભાવશે. આ એક ડ્રામા ફિલ્મ છે, જેનું નિર્દેશન પણ ફ્લોવર કરી રહ્યા છે. આ ફિલ્મમાં કાર્લ અર્બન, ઈસ્માઈલ ક્રુઝ કોર્ડોવા, સફિયા ઓકલે-ગ્રીન અને વેદાંતેન નાયડુ મુખ્ય ભૂમિકામાં છે.
View this post on Instagram