પાકિસ્તાનની એશ્વર્યા રાય કોણ ? લુકમાં એકદમ સેમ ટુ સેમ, નટવર્થ સાંભળી ઉડી જશે હોંશ !
પાકિસ્તાનમાં સુંદર અભિનેત્રીઓની કમી નથી. હાનિયા આમિરથી લઈને માહિરા ખાન સુધી દરેકનું નામ ભારતની સાથે સાથે ઘણા દેશોમાં ફેમસ છે. પરંતુ હવે આ હસીનાઓ કરતા પણ વધારે ચર્ચામાં એક બિઝનેસવુમન આવી ગઈ છે, જેનું નામ કંવલ ચીમા છે, જે ડિજિટલ પ્લેટફોર્મ માય ઈમ્પેક્ટ મીટર (MIM) ની સ્થાપક અને સીઈઓ છે. આ સિવાય તે પાકિસ્તાન એન્ટોરપ્રિન્યોર ઓર્ગેનાઈઝેશનની પ્રમુખ પણ છે.
જો કે, તેણે પોતાનો મોટાભાગનો સમય અમેરિકામાં વિતાવ્યો છે. બિઝનેસ વુમન તરીકે પોતાની ઓળખ બનાવનાર કંવલની સરખામણી બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી રાય બચ્ચન સાથે કરવામાં આવી રહી છે. કંવલને એક નજરમાં જોઈને કોઈ પણ તેને ઐશ્વર્યા રાય સમજશે. તેનો લુક અને અવાજ બિલકુલ બી-ટાઉનની હસીના જેવો છે.
જો કે સ્ટાઈલની બાબતમાં કંવલ થોડી નહીં પણ ઘણી અલગ છે. તે મોટાભાગે પરંપરાગત આઉટફિટમાં જોવા મળે છે. તે વેસ્ટર્ન પણ સાદગી સાથે કેરી કરે છે. કંવલની સ્ટાઈલની ખાસ વાત એ છે કે તે દરેક આઉટફિટ સાથે દુપટ્ટો કેરી કરે છે. તે વેસ્ટર્ન આઉટફિટ્સમાં પણ સાદગી દર્શાવવામાં જરાય ડરતી નથી. કંવલ ચીમાનો જન્મ ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં થયો હતો, જ્યાં તેણે બાળપણના કેટલાક વર્ષો વિતાવ્યા હતા.
આ પછી તેનો પરિવાર સાઉદી અરેબિયાના રિયાધ ચાલ્યો ગયો, જ્યાં તેણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. થોડા સમય પછી કંવલ અને તેનો પરિવાર પાકિસ્તાન પાછો ફર્યો. પાકિસ્તાન અને સાઉદી અરેબિયામાં વિતાવેલા આ વર્ષોએ કંવલને વિવિધ સંસ્કૃતિનો અનુભવ આપ્યો. લોકો સોશિયલ મીડિયા પર તેની ઐશ્વર્યા સાથે સરખામણી અવાર નવાર કરતા રહે છે અને તેને ઘણીવાર ‘પાકિસ્તાની ઐશ્વર્યા રાય’ કહે છે.