આજકાલ રીલ બનાવવાનું વ્યસન યુવાનોને ભરખી રહ્યું છે. આ નવા યુગના યુવાનો જ્યાં પણ જાય છે, ત્યાં રીલ બનાવવાનું શરૂ કરી દે છે. આના ચક્કરમાં લોકો બેવકૂફીથી બાજ નથી આવી રહ્યા. કેટલાક પોતાનો જીવ દાવ પર લગાવી રહ્યા છે તો કેટલાક બીજાના જીવને દાવ પર લગાવી રહ્યા છે.
ઘણા લોકો એવા છે જેઓ રીલ માટે રસ્તાની વચ્ચે અશ્લીલતાની હદ પણ પારત કરતા શરમાતા નથી. હાલમાં જ મધ્યપ્રદેશના સતનાથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો. સતનાના પ્રાચીન અને પવિત્ર વેંકટેશ લોક મંદિરમાં બે યુવતીઓનો અભદ્ર ડાન્સ વાયરલ થઇ રહ્યો છે, જેને કારણે ખળભળાટ મચી ગયો છે.
કેટલીક છોકરીઓ મંદિરની અંદર અભદ્ર ગીત સાથે રીલ બનાવી રહી હતી, જેનાથી ભક્તોમાં રોષ ફેલાયો હતો. મંદિર પરિસર પિકનિક સ્પોટ બની ગયું છે, જ્યાં દિવસભર અસામાજિક તત્વોનો જમાવડો થાય છે. હિન્દુ સંગઠનોનું કહેવું છે કે આવી ગતિવિધિઓથી ધાર્મિક આસ્થાનું અપમાન થઈ રહ્યું છે. હિન્દુ સંગઠને તેને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો અને મંદિરમાં આવી પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.
सतना के सबसे प्राचीन पवित्र व्यंकटेश लोक मंदिर के अंदर फूहड़ भरे गानों के साथ युवतियां बना रही रील*
मंदिर परिसर को पिकनिक स्पॉट बना दिये जाने भक्तों में नाराजगी। दिन भर असामाजिक लोगों का लगा रहता है जमावड़ा, लोगों ने कहा आस्था से हो रहा खिलवाड़। @P0LITICAL_ADDA @News18MP pic.twitter.com/OHsQaBnAC8— Avinash Tiwari (@AVINASHKHABAR) January 3, 2025