એક્સીડન્ટમાં સીટ પર ફસાયો ડ્રાઇવર, મદદ કરવાની જગ્યાએ લોકોએ કર્યુ એવું કે….યુઝર્સ બોલ્યા- માણસાઇ મરી ચૂકી છે !

સોશિયલ મીડિયા પર અવાર નવાર વીડિયો સામે આવતા હોય છે જેમાં કેટલાક ચોંકાવનારા પણ હોય છે. ત્યારે હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જમાં માર્ગ અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ તે સીટ પર ફસાઈ ગયો હતો. આવી સ્થિતિમાં, લોકોએ તેની મદદ કરવાને બદલે ઘાયલ ડ્રાઇવરનો મોબાઇલ ફોન અને અન્ય વસ્તુઓની ચોરી કરવાનું શરૂ કર્યું. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને શેર કરતા ઘણા યુઝર્સ લખી રહ્યા છે કે આ જોઈને લાગે છે કે માણસાઇ મરી ગઈ છે.

આ ઘટના ક્યારે અને ક્યાં બની તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ ઇન્ટરનેટ પર આ વીડિયોએ આજના સમયમાં માનવતાના વિષય પર ચર્ચા જગાવી છે. આ વીડિયો @Abhimanyu1305 નામના X હેન્ડલ પર 3 જાન્યુઆરીએ પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ ક્લિપના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે- અકસ્માત બાદ ઘાયલ ડ્રાઈવર તેની સીટ પર જ અટવાયેલો રહ્યો. મદદ કરવાને બદલે કેટલાક લોકો તેનો મોબાઈલ, પૈસા અને અન્ય વસ્તુઓ લૂંટતા રહ્યા. આ વીડિયોને લાખો યુઝર્સે જોયો છે, અને હજારો યુઝર્સે લાઇક કર્યો છે.

આ ક્લિપ @karnatakaportf નામના પેજ પરથી પણ પોસ્ટ કરવામાં આવી અને લખવામાં આવ્યું કે- રસ્તા પર માનવતા મરી ગઈ. એક ઘાયલ ટ્રક ડ્રાઈવર મદદ માટે આજીજી કરી રહ્યો હતો, પરંતુ તેની મદદ કરવાને બદલે લોકો તેનો ફોન અને પર્સ ચોરી કરતા જોવા મળ્યા. જ્યારે લાલચ કરુણાની જગ્યા લઇ લે છે, ત્યારે માનવતાનો અંત આવે છે.

Shah Jina