રસ્તા પર પત્નીના વાળમાં પતિ લગાવી રહ્યો હતો ગજરો, એવામાં ગાયે વચ્ચે આવીને કર્યું એવું કે વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયા પર વારંવાર એવા મજેદાર વીડિયો વાયરલ થતા હોઈ છે. જે લોકો નું ધ્યાન ખેંચે છે. હાલમાં જ આવો જ એક વીડિયો ચર્ચામાં છે, જેમાં એક વ્યક્તિ તેની પત્નીને રસ્તા પર ગજરો પહેરાવતો જોવા મળી રહ્યો છે. તે પોતાની પત્નીના વાળમાં પ્રેમથી ગજરો બાંધી રહ્યો છે, ત્યારે એક ગાય બંનેની વચ્ચે આવીને બંનેને અલગ કરી દે છે.

આ વીડિયો જોઈને લોકોને ખૂબ જ મજા આવી રહી છે. ઘણા લોકો મજાક કરતા હોય છે કે “કદાચ ગાયને ઈર્ષ્યા હતી એટલે વચ્ચે આવીને અવરોધ ઊભો કર્યો!” કેટલાક યુઝર્સે કટાક્ષ કર્યો, “પહેલા મેડમને રસ્તો આપો, પછી ગજરા પહેરવાનું કામ પૂર્ણ કરો!” આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખૂબ એન્જોય કરી રહ્યાં છે.

આ વીડિયોમાં એક વ્યક્તિ તેની પત્નીને રસ્તાના કિનારે ગજરો પહેરાવતો જોવા મળી રહ્યો છે, જે કોઈ દક્ષિણ ભારતીય રાજ્યની હોય તેવું લાગે છે. વીડિયોમાં એક વ્યક્તિ તેની પત્નીને પ્રેમથી ગજરો પહેરાવી રહ્યો છે, પરંતુ ત્યાં અચાનક એક ગાય આવે છે. એવું લાગે છે કે ગાય આ જોઈને ચિડાઈ ગઈ છે કે પુરુષ તેની પત્ની પર આટલો બધો પ્રેમ કેમ વરસાવી રહ્યો છે. ગાય અચાનક વચ્ચે આવીને બંનેને અલગ કરી દે છે અને આ દ્રશ્ય જોનારા લોકો માટે ખૂબ જ રમુજી બની જાય છે.

વીડિયો જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સ તેને ખૂબ એન્જોય કરી રહ્યાં છે અને વિવિધ ફની કોમેન્ટ્સ કરી રહ્યાં છે.આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર nrv_emotions નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. જ્યારે, તેને 54 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે. તે જ સમયે, 13 લાખથી વધુ લોકોએ તેને પસંદ પણ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by NRV🖤♥️ (@nrv_emotions)

Devarsh