ભૂખી સિંહણ સામે ખુરશી મૂકી બેસી ગયો શખ્સ, જીવતી મરઘો જોઇ લલચાવી…સિંહણનું માથુ ભમ્યુ અને પછી…જુઓ વીડિયો

ઇન્ટરનેટની દુનિયા ખૂબ જ વિચિત્ર છે, અહીં શું જોવા મળી જાય તે ક્યારેય કોઇ ના કહી શકે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક આવો જ વીડિયો સામે આવી રહ્યો છે, જેને જોઈને તમારી આંખો પહોળી રહી જશે. વીડિયોમાં એક માણસ સિંહણ સાથે રમવાની હિંમત કરી રહ્યો છે, આ રમત જોઈને કોઈ પણ ચોક્કસ ડરી જશે. પરંતુ વીડિયોમાં જોવા મળતી ભાઈ સાહેબની હિંમત જોઈને કેટલાક યુઝર્સ તેને હિંમતવાન કહી રહ્યા છે, તો કેટલાક તેને મૂર્ખ કહી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ખુરશી પર બેઠેલો એક માણસ ભૂખી સિંહણને જીવતી મરઘી બતાવીને લલચાવી રહ્યો છે. આ દરમિયાન ભૂખી સિંહણ તેના શિકાર પર હુમલો કરવા માટે તૈયાર છે, તેના મોંમાંથી લાળ ટપકી રહી છે. તે માણસ સિંહણને એવી રીતે ખાવાનું બતાવી રહ્યો છે જાણે તે પાલતુ શ્વાન હોય. વીડિયોમાં આગળ સિંહણ ખૂબ જ ચાલાકીપૂર્વક માણસના હાથમાંથી મરઘી છીનવી લે છે અને ગાયબ થઈ જાય છે.

વીડિયો જોયા પછી, કેટલાક લોકો મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે કદાચ કાકાએ સિંહણને શ્વાન સમજી લીધો હશે. ત્યાં કેટલાક કહી રહ્યા છે કે, લાગે છે કે કાકાએ ખૂબ દારૂ પીધો છે. આ વીડિયો ક્યાંનો છે તે હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ આ વીડિયો 2018 માં પહેલીવાર વાયરલ થયો હતો, જે ફરી એકવાર ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે. તે સમયે એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ વીડિયો ગુજરાતના ગીર ફોરેસ્ટ રેન્જનો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @aas_sthaa નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ 20 સેકન્ડના વીડિયોને શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, ‘શેર હોગા તુ અપને ઘર પર…’ વીડિયો જોનાર એક યુઝરે લખ્યું, બે પેગ પછી આવું જ થાય. બીજા એક યુઝરે લખ્યું, આ ચોક્કસપણે ગામડાના લોકો છે, શહેરના નહીં. અન્ય એક યુઝરે લખ્યું, આ જોખમી છે. આવા કૃત્યને કારણે કોઈનો જીવ પણ જઈ શકે છે.

Shah Jina