ઉત્તર પ્રદેશમાં ભારે ઠંડી પડી રહી છે, બર્ફીલા પવનો વચ્ચે તાપમાનમાં પણ ઘટાડો થયો છે. ત્યારે આગ્રામાં ગાઢ ધુમ્મસને કારણે દુનિયાની સૌથી સુંદર ઇમારતોમાંની એક તાજમહેલ પણ ધુમ્મસની સફેદ ચાદરમાં ગાયબ થઈ ગયો. એવું લાગતું હતું કે જાણે ધુમ્મસે તાજમહેલને ઘેરી લીધું હોય. તાજમહેલ થોડા દૂરથી પણ સ્પષ્ટ રીતે જોઈ શકાતો નહોતો. જણાવી દઇએ કે, દુનિયાભરમાંથી ઘણા લોકો તાજમહેલ જોવા માટે આવે છે, તાજમહેલ 7 અજાયબીઓમાંનો એક છે અને ભારતનો વારસો છે.
જો કે તાજેતરમાં જ્યારે એક વિદેશી યુવતિએ તાજમહેલની મુલાકાત લીધી ત્યારે અંદરનો નજારો જોયા પછી તેણે વીડિયો શેર કરી લોકોને કહ્યું- આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ ! આખરે તેણે આવું કેમ કહ્યું ? તો ચાલો જાણીએ. એક ટ્રાવેલ કન્ટેન્ટ ક્રિએટર લિયા જિલિક વિશ્વના વિવિધ દેશોની યાત્રા પર ગઈ છે. તેના ઇન્સ્ટાગ્રામ બાયો મુજબ તે હાલમાં મોરોક્કોમાં છે. થોડા સમય પહેલા તે ભારતની મુલાકાતે આવી હતી.
તેનો બોયફ્રેન્ડ જર્મન છે. જો કે, લિયા ક્યાંની છે તે અંગે કોઈ માહિતી નથી. લિયા જ્યારે તાજમહેલ જોવા ગઈ ત્યારે તેનો અનુભવ ખૂબ જ આશ્ચર્યજનક અને અન્ય લોકો માટે બોધપાઠ હતો. તેણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે કહ્યું કે તે ભીડભાડ વિના પહેલા તાજમહેલ જોવા માંગતી હતી. આ કારણે તે એવા સમયે ગઇ જ્યારે ઓછામાં ઓછી ભીડ હોય. એટલે લિયા સવારે 4 વાગ્યે તાજમહેલ જોવા પહોંચી અને તે લાઈનમાં સૌથી આગળ હતી.
જો કે તાજમહેલ પરિસરમાં પ્રવેશતાની સાથે જ તે ખૂબ જ નિરાશ થઈ ગઈ અને અંદરનો નજારો જોઈને ચોંકી ગઈ. કારણ કે તે સમયે એટલું ધુમ્મસ હતું કે તે તાજમહેલ બરાબર જોઇ શકાતો નહોતો. તેણે વીડિયો પોસ્ટ કરી કહ્યું- જો તમે પણ તાજમહેલ જોવા જઈ રહ્યા છો, તો આવી ભૂલ ન કરો અને આનાથી બચવા માટે, હંમેશા એક વધારાનો દિવસ આગ્રામાં રહો કારણ કે શિયાળાના દિવસોમાં ધુમ્મસ રહે છે. બીજા દિવસે ઘણો તડકો હતો અને તેને સારો નજારો જોવા મળ્યો.
View this post on Instagram