મંગળવારે તિબેટમાં 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેણે નવા વર્ષની શરૂઆતમાં જ લોકોને ડરાવી દીધા. આ અસર નેપાળ, બિહાર, બંગાળ, ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યો અને ભૂટાનમાં પણ અનુભવાઈ. ભૂકંપના બે આંચકા અનુભવાયા. બીજો ભૂકંપ તિબેટના શિગાત્સે શહેરમાં 6.8 ની તીવ્રતાનો હતો. આનાથી શહેરમાં ભારે તબાહી મચી ગઈ. 6.8 ની તીવ્રતાના આ ભૂકંપમાં 126 લોકોનાં મોત થયા છે, 188 લોકો ઘાયલ થયા છે.
ભૂકંપના કારણની વાત કરીએ તો સામાન્ય રીતે ભૂકંપ ટેક્ટોનિક પ્લેટોના દબાણના કારણે આવતો હોય છે પણ તિબેટમાં ભૂકંપનું કારણ હિંદ મહાસાગર પ્લેટ અને યુરેશિયન પ્લેટનો સંપર્ક છે, આ બંને પ્લેટો વચ્ચે સતત દબાણનું પ્રમાણ રહે છે, જે ભૂકંપ લાવી શકે છે. આ પ્લેટ ઉત્તર દિશામાં ખસકતી રહી છે અને યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ રહી છે.
આ અથડામણને કારણે હિમાલયનો ઢાંચો તૈયાર થયો અને તિબેટમાં ભૂકંપો આવ્યો હતો. આ દરમિયાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પત્તાના મહેલની જેમ મકાન ધરાશાયી થતુ જોવા મળી રહ્યુ છે. ભૂકંપ દરમિયાન જે વિનાશ સર્જાયો તેની તસવીરો સામે આવી છે જે ભયાનક છે.
ભૂકંપમાં માત્ર ઇમારતો જ જમીનદોસ્ત નથી થઇ પરંતુ પર્વતોના પણ ટુકડા થઈ ગયા છે. તિબેટના શિગાત્સે શહેરના ડિંગરી કાઉન્ટીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 2015માં નેપાળ અને હિમાલય ક્ષેત્રમાં 8.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં શિગાત્સે ક્ષેત્રમાં 18 લોકો માર્યા ગયા હતા અને 55 ઘાયલ થયા હતા.
તાજેતરમાં તિબેટમાં થયેલા ભૂકંપે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. 7 જાન્યુઆરી, 2025ના રોજ 6.8 તીવ્રતાવાળો ભૂકંપ તિબેટના ડીંગરી કાઉન્ટી (શિગાઝે શહેર)માં આવ્યો, જેમાં 126 લોકોના મૃત્યુ થયા અને 188 લોકો ઘાયલ થયા છે pic.twitter.com/kDak2zPfB9
— Nidhi Panchal vtv (@NidhiVtv83966) January 11, 2025