આદિવાસી છોકરાના પ્રેમમાં પડી આ ખૂબસુરત અમેરિકી ગર્લ, બધુ જ છોડી રહેવા લાગી ગુફામાં….

ઇન્સ્ટાપર એક ફોટો લાઇક થયો અને આપી બેઠી દિલ, હવે ગુફામાં રહે છે આ ખૂબસુરત અમેરિકી મહિલા

અમેરિકાની એક છોકરી જોર્ડનના પ્રાચીન અને ઐતિહાસિક શહેર પેટ્રા ફરવા ગઇ હતી, રણ અને ખડકો વચ્ચે વસેલા આ પ્રાચીન સ્થાનમાં માત્ર ઐતિહાસિક મહત્વના પથ્થરોમાંથી કોતરેલી ગુફાઓ અને વિચિત્ર ઇમારતો છે. અહીંના મૂળ આદિવાસી લોકો આ ગુફાઓમાં રહે છે. જો કે ત્યાં કંઈક એવું બન્યું કે આ મહિલા અમેરિકાની લક્ઝરી લાઈફ છોડીને પેટ્રાની ગુફામાં રહેવા લાગી. અમેરિકાની 42 વર્ષિય નૈટલી સ્નાઇડરે પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટને કારણે ના માત્ર તેના જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો પરંતુ તેનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું.

આ કહાની જોર્ડનના પેટ્રાથી શરૂ થઈ જ્યારે નૈટલીએ ત્યાંના એક આદિવાસી ઘોડેસવારનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો. તે 32 વર્ષીય ફેરાસ બૌદીન હતો. તેણે તે તસવીર પર કોમેન્ટ કરી કે આ હું છું. આ પછી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ જે મિત્રતા અને પછી પ્રેમમાં બદલાઈ ગઈ. નૈટલીએ જોર્ડનનો પ્રવાસ કર્યો અને ફેરાસને મળી, આ પછી ત્યાં સ્થાયી થવાનું નક્કી કર્યું. નૈટલી હવે પેટ્રામાં એક ગુફામાં રહે છે, જે બે બેડરૂમ, સ્ટોરેજ રૂમ, બાલ્કની અને કુદરતી પાણીના સ્ત્રોત સાથે છે.

નૈટલીએ કહ્યું કે આ કદાચ તેના જીવનનો સૌથી સ્થિર અને શાંતિપૂર્ણ અનુભવ છે. તે કહે છે કે મેં મારું જીવન હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ વિતાવ્યું છે, પરંતુ અહીં આવીને મને સ્થિરતા અને સમુદાયનું મહત્વ સમજાયું છે. આ ગુફામાં નૈટલી અને ફેરાસે માત્ર ઘર નથી બનાવ્યું પરંતુ નવી જીવનશૈલી પણ અપનાવી છે. નૈટલી હવે સ્થાનિક ટૂર કંપની ચલાવે છે જે જોર્ડનમાં અધિકૃત અનુભવો પ્રદાન કરે છે.

આ ઉપરાંત તે ગુફા સમુદાયનો એક ભાગ બની ગઈ છે, જ્યાં 42 અન્ય પરિવારો અને યુગલો રહે છે. તે ખુલ્લા દરવાજા ધરાવતો સમાજ છે, જ્યાં દરેક વ્યક્તિ એકબીજાને મળે છે. અહીંનું જીવન સરળ છે, પરંતુ ઊંડાણથી જોડાયેલું છે. ફેરાસે પોતાની ગુફાને ‘ધ પેલેસ’ નામ આપ્યું છે. તેણે કહ્યું કે આ મારું ઘર છે, જ્યાં મારી પેઢીઓ રહી છે.

સરકારે અમને મફતમાં જમીન અને મકાનોની ઓફર કરી હતી, પરંતુ અમે તેને હંમેશા ફગાવી દીધી. ગુફામાં પાણી માટે કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે છે. ફેરાસે ગુફા માટેની પાઇપલાઇન હાથથી બનાવી છે. તેઓ સોલાર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરે છે, જેનાથી ભાડાનો પણ ખર્ચ નથી થતો. નૈટલીએ જણાવ્યું કે ગુફામાં રહેવાનો અનુભવ શહેરી જીવનથી કેટલો અલગ છે. શહેરનું જીવન ઘણીવાર એ વસ્તુઓ પર આધારિત હોય છે, જે મારી પાસે છે. પણ ગુફામાં જીવન એ અનુભવો પર આધારિત છે જે હું જીવુ છુ.

તેણે કહ્યુ કે- શહેરમાં તમે લોકો વચ્ચે રહીને પણ એકલતા અનુભવી શકો છો. પરંતુ ગુફામાં, સમુદાયના લોકો દરેક ક્ષણે સાથે છે. નૈટલીએ તેના ગુફા સમુદાય અને તેની સંસ્કૃતિને દિલથી અપનાવી છે. ગુફામાં રહીને તેણે જીવનનું મહત્વ વધુ ઊંડાણપૂર્વક સમજ્યું છે. તે પેટ્રાના ઝડપી જીવન અને ગુફાના શાંત જીવન વચ્ચે સંતુલન શોધવાનું શીખ્યા છે.

Shah Jina