દુઃખદ સમાચાર: તિરુપતિ મંદિરમાં ભાગદોડ મચી અને 6 ભક્તોના થયા દર્દનાક મોત- અનેક ઘાયલ, જુઓ

આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં ટિકિટ કેન્દ્ર પાસે ભાગદોડ, 6 ના મોત- અનેક ઘાયલ

8 જાન્યુઆરીએ આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ મંદિરમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. અહેવાલો અનુસાર, વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ વિતરણ કેન્દ્ર પાસે નાસભાગ મચી હતી, જેમાં છ લોકોના મોત થયા જ્યારે ઘણા લોકો ઘાયલ છે. મૃતકોમાંથી એકની ઓળખ મલિકા તરીકે થઈ છે. ઘાયલોને શ્રી વેંકટેશ્વર રામનારાયણ રુઈયા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

8 જાન્યુઆરીની સવારથી તિરુપતિના વિવિધ ટિકિટ કેન્દ્રો પર વૈકુંઠ દ્વાર દર્શનની ટિકિટ માટે લગભગ 4000 શ્રદ્ધાળુઓ કતારમાં ઊભા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે બૈરાગી પટ્ટી પાર્કમાં ટોકન વિતરણ માટે ભક્તોને કતારમાં ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. સ્થાનિક લોકો તેમજ અન્ય વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં કાઉન્ટર પર પહોંચ્યા હતા.

અચાનક વિષ્ણુ ધામના કાઉન્ટર પર ઝઘડો થયો, જેના કારણે ત્યાં નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. જેમાં એક મહિલા શ્રદ્ધાળુએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 10 જાન્યુઆરીથી શરૂ થતા 10 દિવસીય વૈકુંઠ દ્વાર દર્શનમ માટે દેશભરમાંથી સેંકડો ભક્તો અહીં આવ્યા છે. સીએમ એન ચંદ્રબાબુ નાયડુએ આ ઘટનામાં ઘાયલોને આપવામાં આવી રહેલી સારવાર વિશે અધિકારીઓ સાથે ફોન પર વાત કરી હતી.

મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને ઘટના સ્થળે જવા અને રાહતના પગલાં લેવા આદેશ આપ્યો જેથી ઘાયલોને સારી સારવાર મળી શકે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ તિરુમાલા શ્રીવરી વૈકુંઠ દ્વાર પર દર્શન માટે ગયેલા વિષ્ણુ નિવાસ પાસે થયેલી ભાગદોડમાં 6 શ્રદ્ધાળુઓના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.

9મી જાન્યુઆરીએ એટલે કે આજે સવારે 5 વાગ્યે આ કેન્દ્રો પર ભક્તોને 10, 11 અને 12 તારીખે 1.20 લાખ ટોકન ભક્તોને ફાળવવામાં આવવાના હતા. ટીટીડીએ કહ્યું કે અન્ય દિવસોમાં ટોકન જારી કરવામાં આવશે. બુધવારે સાંજથી જ કાઉન્ટરો પર ભક્તોની ભીડ જામવા લાગી હતી. કારણ કે ગુરુવારે સવારથી જ દ્વાર દર્શનના ટોકન આપવાના હતા.

Shah Jina