જંગલમાં લાગેલી આગના કારણે 30,000 લોકો થયા ઘર છોડવા પર મજબુર, 10,000 થી વધુ ઘરોને જોખમ

કેલિફોર્નિયાના લોસ એન્જલસના પેસિફિક પેલિસેડ્સ વિસ્તારમાં મંગળવાર (7 જાન્યુઆરી)ના રોજ સવારે 10:30 વાગ્યે (સ્થાનિક સમય) જંગલમાં લાગેલી આગ વિનાશક સાબિત થઈ રહી છે. આગના કારણે હાથ ધરવામાં આવેલા ઈવેક્યુએશન ઓપરેશનના ભાગ રૂપે, લગભગ 30 હજાર લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્વાળાઓ 10,000 થી વધુ ઘરોને જોખમમાં મૂકી દીધા છે.

ભીષણ આગના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યા છે, જેમાં આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો પણ જોવા મળી રહ્યા છે.દક્ષિણ કેલિફોર્નિયાના જોરદાર પવનને આગ ફેલાવવાનું કારણ કહેવામાં આવી રહ્યું છે. સ્થાનિક મીડિયા અનુસાર, આગથી LA કાઉન્ટી લગભગ નાશ પામ્યું છે. જણાવી દઈએ કે પેસિફિક પેલિસેડ્સને એક વૈભવી રહેણાંક વિસ્તાર માનવામાં આવે છે, જે સાંતા મોનિકા પર્વતો અને પપેસેફિક મહાસાગરની વચ્ચે સ્થિત છે.

CBS ન્યૂઝના અહેવાલ મુજબ પેસિફિક પેલિસેડ્સમાં આગ મંગળવારે લગભગ 3,000 એકરમાં ઝડપથી ફેલાઈ ગઈ, જેના કારણે હજારો લોકોને તેમના ઘરો ખાલી કરવાની ફરજ પડી, અધિકારીઓએ જણાવ્યું હતું કે જોરદાર પવનને કારણે આગ વધુ પ્રસરી શકે છે.લોસ એન્જલસ ફાયર વિભાગે જણાવ્યું હતું કે 1190 નોર્થ પીડ્રા મોરાડા ડ્રાઇવ નજીક સવારે 10:30 વાગ્યે પેલિસેડ્સમાં આગ ફાટી નીકળી હતી.

ઓછામાં ઓછા 40 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવનથી ચાલતી, જ્વાળાઓ ઝડપથી લગભગ 200 એકરમાં ફેલાઈ ગઈ અને ઝડપથી વિકસતી ગઈ. આગ ટેકરીઓમાં ઝડપથી ફેલાઈ રહી હતી. સાંજે 6:30 વાગ્યા સુધીમાં, આગ 2,921 એકર બળીને ખાખ થઈ ગયા હતા.કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમે મંગળવારે બપોરે મીડિયાને જણાવ્યું હતું કે, “અમે હજુ પણ જોખમમાંથી બહાર નથી.” તેમણે કહ્યું કે રાજ્યએ ભારે પવનની અપેક્ષાએ દક્ષિણ કેલિફોર્નિયામાં 110 ફાયર ટ્રકો રવાના કરી છે.

રાજ્યપાલે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. લોસ એન્જલસ ફાયર વિભાગે કહ્યું કે તેમને લોકોના બળી જવાના સમાચાર મળ્યા છે. એક ફાયર ફાઈટરને માથામાં ગંભીર ઈજા થઈ હતી.કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન અનુસાર, ટોપાંગા કેન્યોન બુલવાર્ડ નજીક પેસિફિક કોસ્ટ હાઇવે સંપૂર્ણપણે બંધ હતો. જ્વાળાઓ એટલી ઝડપથી ફેલાઈ રહી હતી કે કેટલાક વાહન ચાલકોએ પોતાના વાહનો છોડીને પગપાળા ભાગવું પડ્યું હતું.

ફાયરફાઈટર્સએ તેમને આવું કરવાની સલાહ આપી હતી. લોસ એન્જલસ ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, અંદાજે 30 વાહનો છોડી દેવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, આગના જોખમને કારણે ઘણા રસ્તાઓ અને શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.CBS અહેવાલો અનુસાર, L.A. કોસ્ટલ કોમ્યુનિટીના રહેવાસી ક્રિષ્ના ચૌધરીએ જણાવ્યું હતું કે તેઓ તેમના બેકયાર્ડમાંથી જ્વાળાઓ સળગતી જોઈ શકતા હતા, જે તેમણે કહ્યું હતું કે અચાનક દેખાય ગઈ, ચૌધરીએ કહ્યું, “તે માત્ર એક ક્ષણિક ઘટના હતી… અમે ફક્ત ધુમાડો જોતા હતા અને પછી અચાનક અમે બધે આગ જોઈ.”

પ્રમુખ જો બાઈડને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મારી ટીમ અને હું રાજ્ય અને સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છીએ અને વિનાશક પેસિફિક પેલિસેડ્સ આગને ઓલવવામાં મદદ કરવા માટે કોઈપણ સંઘીય સહાયની ઓફર કરી છે.”

Devarsh