સુરતના બિઝનેસમેનની અમેરિકામાં ધરપકડ, વિટામીન સીની આડમાં સપ્લાય કરતો આવી વસ્તુ..

સુરતના 36 વર્ષિય ઉદ્યોગપતિની અમેરિકાના ન્યૂયોર્કમાં ધરપકડ થઇ છે, પ્રતિબંધિત ફેન્ટાનાઈલ કેમિકલ મામલે તેની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, ભાવેશ પટેલ ઉર્ફે ભાવેશ લાઠીયા ભારતમાંથી અમેરિકામાં વિટામીન સીની આડમાં કેમિકલ સપ્લાય કરતો હતો. સુરતમાં રેકસટર કેમિકલનો સ્થાપક ભાવેશ લાઠીયા એક કેમિકલ કંપનીનો ભૂતપૂર્વ ડિરેક્ટર હોવાનું સામે આવ્યુ છે.

ત્યારે ભાવેશ લાઠીયાની અમેરિકાની હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. વિટામીન સીના સપ્લીમેન્ટ પર ભાવિશ લાઠિયા ખોટા લેબલ લગાડી કેમિકલ ઘુસાડતો હતો. સપ્લાય કરેલું કેમિકલ હેરોઈન કરતા 50 ગણું શક્તિશાળી, મોરફીન કરતા 100 ગણું વધુ શક્તિશાળી હોવાની વિગતો સામે આવી છે.

File Pic

જણાવી દઇએ કે ભાવેશની 4 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી અને જો તે દોષિત સાબિત થશે તો તેને મહત્તમ 53 વર્ષની જેલની સજા થઈ શકે છે. અહેવાલ અનુસાર, ભાવેશ પર અમેરિકા અને મેક્સિકોમાં પ્રતિબંધિત કેમિકલનો જથ્થો મોકલવાનો આરોપ છે. આ કેમિકલને કથિત રીતે મેક્સિકોના કુખ્યાત સિનાલોઆ કાર્ટેલ અને અન્ય ડ્રગ હેરફેર કરનારા જૂથોને મોકલવામાં આવતા.

File Pic

હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન્સ (HSI) એજન્ટે ગ્રાહક બની ઓક્ટોબર 2024માં તેને ઈમેલ અને વીડિયો કોલ્સ કર્યા હતા. આ કોલ્સ દરમિયાન પટેલે સંતોષ વ્યક્ત કર્યો કે તેના મેક્સીકન ગ્રાહકો તેની પ્રોડક્ટથી સંતુષ્ટ છે અને હવે તે અમેરિકામાં 20 કિલો કેમિકલ મોકલવા માટે સંમત થયા છે. આ સિવાય ફેબ્રુઆરી 2024માં મેક્સિકોમાં ડ્રગ સ્મગલરને કથિત રીતે 100 કિલો કેમિકલ મોકલ્યું હતું.

Shah Jina