વધુ એક પ્લેન ક્રેશ, ધમાકા સાથે લાગી આગ, જીવતો ભૂંજાયો પાયલટ…જુઓ ભયાનક વીડિયો

આજે ફરી એક પ્લેન અકસ્માત થયો. બ્રાઝિલના સાઓ પાઉલોના ઉબાતુબા એરપોર્ટ પર પ્લેન ક્રેશનું ભયાનક દ્રશ્ય જોવા મળ્યું, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. બીચ નજીકની એરસ્ટ્રીપ પર ઉતરતી વખતે વિમાનમાં અચાનક વિસ્ફોટ થયો અને તેમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં પ્લેન બળીને રાખ થઈ ગયું હતું, પરંતુ ચમત્કારિક રીતે 4 લોકો બચી ગયા હતા, જેઓ અકસ્માત જોઈને આઘાતમાં છે.

બીચ પર ફરતા લોકો પણ પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડવા લાગ્યા હતા. લેન્ડિંગ વખતે અચાનક વરસાદ શરૂ થઈ ગયો, જેના કારણે વિમાન રન-વેથી ઉપર આવી ગયું. પ્લેનમાં રનવેથી આગળ નીકળી ગયુ. રનવે પર લપસતી વિમાનમાં આગ લાગી ગઇ એને તેનો એક હિસ્સો તટને પાર કરી સમુદ્રમાં પડી ગયો.

વિમાને ગોયાસથી મિનેઇરોસ શહેર માટે ઉડાન ભરી હતી. ઉબાતુબા એરપોર્ટ પર ભીના રનવેના કારણે વિમાન સ્કિડ થઇ અનકંટ્રોલ થઇ ક્રેશ થઇ ગયુ. જ્યારે વિમાનનો એક હિસ્સો સમુદ્ર તટપર પડ્યો તો ત્યાં ફરી રહેલા લોકોમાં અફરાતફરી મચી ગઇ. કેટલાક લોકો વિમાનમાં લાગેલી આગની ચિંગારી અને ટુકડા લાગવાથી ઘાયલ થયા છે.

વિમાનમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડતા જોવા મળ્યા હતા. બચી ગયેલા ચાર લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ખતરાની બહાર હોવાનું સામે આવ્યુ. આ ચારેય વિમાનનો એક ભાગ દરિયામાં પડતા બચી ગયા હતા અને બીચ પર ફરતા લોકોએ હિંમત બતાવી બે બાળકોને દરિયાના મોજામાંથી બહાર કાઢીને બચાવ્યા.

બ્રાઝિલની વાયુસેનાએ અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું નિર્માણ વર્ષ 2008માં કરવામાં આવ્યું હતું અને તેમાં 7 મુસાફરોની બેઠક ક્ષમતા હતી. 2 પાયલોટ તેને ઉડાવી શક્યા હોત, પરંતુ આ દુર્ઘટનાએ આ વિમાન પર સવાલો ઉભા કર્યા છે.

Shah Jina