યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી સાથે જોડાઇ રહ્યુ છે આ છોકરાનું નામ, ઇલુ ઇલુ ચાલતું હશે? જુઓ સમગ્ર મામલો
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની કોરિયોગ્રાફર-ડાન્સર પત્ની ધનશ્રી વર્મા અંગત જીવનને લઈને સમાચારોમાં છે. આ કપલ વિશે એવી ચર્ચા છે કે તેમના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે અને તેઓ અલગ થઈ રહ્યા છે. આ દરમિયાન ધનશ્રીનું નામ કોરિયોગ્રાફર પ્રતીક ઉતેકર સાથે જોડાયું અને બંનેનો એક ફોટો પણ સામે આવ્યો, જેના પછી ટ્રોલર્સે ધનશ્રીને ઘણું સંભળાવ્યુ.
જો કે ધનશ્રી અને ચહલના છૂટાછેડાની ખબરો ત્યારે શરૂ થઇ જ્યારે બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા અને યુઝવેન્દ્રએ ઘનશ્રી સાથેની તસવીરો ડિલીટ કરી દીધી. આ પછી મામલો ગરમાયો અને આ દરમિયાન પ્રતીક અને ધનશ્રીનો જૂનો ફોટો બહાર આવ્યો. આ પછી બંનેના લિંકઅપના સમાચાર વહેતા થયા. આવી સ્થિતિમાં હવે પ્રતિક ઉતેકરે અફેરની અફવાઓ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
તેણે આવા દાવા કરનારા ટ્રોલર્સને યોગ્ય જવાબ આપ્યો. વાસ્તવમાં જ્યારે ધનશ્રી અને પ્રતિકનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે છૂટાછેડાના સમાચાર વચ્ચે લોકોએ તેમના લિંકઅપની ચર્ચા શરૂ કરી. લોકો એવું માનવા લાગ્યા કે પ્રતિકના કારણે જ ધનશ્રી અને યુઝવેન્દ્ર ચહલના સંબંધોમાં તિરાડ પડી છે. જો કે પ્રતિકે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘દુનિયા ફક્ત ફોટો જોઈને વાર્તાઓ બનાવવા, ટિપ્પણી કરવા અને સીધા સંદેશા મોકલવા માટે ખૂબ જ સ્વતંત્ર છે.Grow up guys.’
જણાવી દઈએ કે યુઝવેન્દ્ર અને ધનશ્રીના પ્રેમ લગ્ન થયા હતા. તેમની પ્રેમ કહાની કોરોના સમયગાળામાં લોકડાઉન દરમિયાન શરૂ થઈ હતી અને આ કપલે 2020માં લગ્ન કર્યા હતા. આવી સ્થિતિમાં, તેમનો સંબંધ હવે માત્ર 4 વર્ષમાં તૂટવાની આરે છે. છૂટાછેડાના સમાચાર વચ્ચે, યુઝવેન્દ્ર પણ એક મિસ્ટ્રી ગર્લ સાથે સ્પોટ થયો હતો.
પ્રતિક ઉત્તેકરની વાત કરીએ તો તે મુંબઈ ફેમસ ડાન્સર અને કોરિયોગ્રાફર છે, અને તેણે પોતાના કરિયરની શરૂઆત ડાન્સ રિયાલિટી શોથી કરી હતી. તે બોલિવૂડના ઘણા સ્ટાર્સ સાથે કામ કરી ચૂક્યો છે. તે પોતાની કોરિયોગ્રાફી માટે ફેમસ છે.