વિશ્વની સૌથી ઉંચી મહિલા રુમેસા ગેલ્ગી છે, જેના ઘણા વીડિયો તમે પહેલા જોયા હશે. રુમેસાએ પોતાનો વીડિયો શેર કરતા લોકોને કહ્યું છે કે તેને સ્ટ્રેચર પર સુઈ ફ્લાઈટ્સમાં મુસાફરી કરવી પડે છે. વીડિયોમાં રુમેસા ટર્કિશ એરલાઈન્સમાં ઉડતી જોવા મળી રહી છે.
તેણે આખી મુસાફરી દરમિયાન કેવું લાગ્યું તે પણ શેર કર્યું છે.તેનો વીડિયો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ શેર કર્યો છે. વીડિયોમાં તમે જોશો કે તે સ્ટ્રેચર પર સૂઈને મુસાફરી કરે છે અને ફ્લાઈટ એટેન્ડન્ટ અને આખી ટીમ પણ તેને ખાસ સરપ્રાઈઝ આપે છે. રુમેસા ગેલ્ગીએ પણ કેપ્શન દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરી છે.તે કહે છે- ‘હું ખરેખર ખૂબ જ ઉત્સાહિત છું અને મારું હૃદય જોરથી ધડકી રહ્યું છે.
મારી કરોડરજ્જુને કારણે મારે આ સ્ટ્રેચર પર ઉડવું પડે છે. તે સારું અને તદ્દન આરામદાયક હતું. સમગ્ર ક્રૂ અને રસોઇયાએ સાથે મળીને એક અદ્ભુત ચોકલેટ કેકથી મને આશ્ચર્યચકિત કરી દીધું. તે ખૂબ જ મીઠી હતી અને તે મને ભાવુક બનાવી દીધી. વીડિયોમાં, રુમેસા તેના મિત્રોને પણ મળી રહી છે, જેમાં વિશ્વની સૌથી ટૂંકી મહિલા જ્યોતિ આમગેનો સમાવેશ થાય છે.વીડિયોના કોમેન્ટ સેક્શનમાં તેણે જણાવ્યું છે કે તેણે ફ્લાઈટમાં સ્ટ્રેચર પર કેમ મુસાફરી કરવી પડી.
તેણે લખ્યું છે- ‘મારી કરોડરજ્જુમાં 2 મોટા સળિયા અને 30 સ્ક્રૂ છે જે મારી કરોડરજ્જુને વળવા દેતા નથી. એટલા માટે મારે હંમેશા મારી પીઠ સીધી અને સપાટ રાખવી પડે છે. ફ્લાઇટમાં સ્ટ્રેચર પર મુસાફરી એ સૌથી સલામત અને એકમાત્ર રસ્તો છે.ગિનિસ વર્લ્ડ રેકોર્ડના વીડિયોને ઘણા લોકોએ પસંદ કર્યો છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.
રુમેસાને આટલું સમર્થન કરવા બદલ ઘણા યુઝર્સે ટર્કિશ એરવેઝની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું – તે ખૂબ જ સુંદર મહિલા છે અને મને ખાતરી છે કે ટર્કિશ એરલાઈન્સે તેની કાળજી લીધી છે. અન્ય એક યુઝરે લખ્યું છે – રુમેસા એક અદ્ભુત મહિલા છે. તે ઈશ્વરે જે આપ્યું છે તેની કદર કરવાનું શીખવે છે.
View this post on Instagram