ચમત્કાર? એમ્બ્યુલન્સમાં મૃતદેહ લઇ જઇ રહ્યો હતો પરિવાર અને ત્યારે જ થયુ એવું કે…અંતિમ સંસ્કાર પહેલા જ જીવિત થઇ ગયા વૃદ્ધ

Lએમ્બ્યુલન્સમાં લઇ જઇ રહ્યા હતા મૃતદેહ, સ્પીડ બ્રેકરનો લાગ્યો ઝટકો, ઉઠી ચાલવા લાગ્યા વૃદ્ધ

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં કથિત રીતે સ્પીડ બ્રેકરને કારણે એક મૃત વ્યક્તિ જીવતો થયો. તે વ્યક્તિનું નામ પાંડુરંગ ઉલપે છે. તેમનું અને તેમના પરિવારના સભ્યોનું કહેવું છે કે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેઓ પાંડુરંગને અંતિમ વિદાય આપવા માટે ઘરે લઈ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં સ્પીડ બ્રેકરનો આંચકો લાગતા પાંડુરંગ જીવતા થઇ ગયા. ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ, 65 વર્ષીય પાંડુરંગ ઉલપે કોલ્હાપુરના કસબા-બાવડામાં રહે છે.

16 ડિસેમ્બરે તેમને હાર્ટ એટેક આવ્યો અને પરિવારજનોએ તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા. ત્યાંના તબીબોએ મૃત જાહેર કર્યા અને આ વાતની જાણ થતાં પરિવારજનો તેમજ સગા-સંબંધીઓ શોકમાં ગરકાવ થઈ ગયા. આ પછી એમ્બ્યુલન્સ હોસ્પિટલથી પાંડુરંગના મૃતદેહને ઘરે લઈ જવા રવાના થઈ. આ દરમિયાન ઘરમાં તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી. પરંતુ રસ્તામાં કંઈક એવું બન્યું કે બધા સ્તબ્ધ થઈ ગયા.

જ્યારે એમ્બ્યુલન્સ સ્પીડ બ્રેકર પરથી પસાર થઈ ત્યારે ઝટકાથી ઉલપેનું શરીર ધ્રૂજી ઊઠ્યું. ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર, ઉલપેની પત્નીએ કહ્યું, “જ્યારે અમે એમ્બ્યુલન્સમાં મૃતદેહને લઈ જઈ રહ્યા હતા, ત્યારે એમ્બ્યુલન્સ સ્પીડ બ્રેકર પરથી પસાર થઈ. અમે જોયું કે તેમની આંગળીઓ હલતી હતી. પરિવારે તરત જ એમ્બ્યુલન્સ રોકી અને ઉલપેને બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. તેમને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર બે અઠવાડિયા સુધી ચાલુ રહી. પાંડુરંગની એન્જિયોપ્લાસ્ટી પણ થઈ.

પાંડુરંગ ઉલ્પે 30 ડિસેમ્બર સોમવારે પોતાના ઘરે પરત ફર્યા. તેમણે કહ્યું, “હું સવારે વોક કરીને પાછો ફર્યો હતો અને ચા પીને બેઠો હતો. અચાનક મને ચક્કર આવવા લાગ્યા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. હું બાથરૂમમાં ગયો અને ઉલ્ટી થઈ. ત્યાર બાદ મને કંઈ યાદ નથી. હોસ્પિટલમાં કોણ હતું તે પણ ખબર નથી. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, જે હોસ્પિટલે પાંડુરંગ ઉલપેને મૃત જાહેર કર્યા હતા, તેમના તરફથી હજુ સુધી કોઈ ટિપ્પણી બહાર આવી નથી.

Shah Jina