એક્ટ્રેસ નેહા શર્મા ‘ક્રૂક’ અને ‘યમલા પગલા દીવાના 2’ જેવી ફિલ્મો માટે જાણીતી છે. તે અવારનવાર તેના કિલર ફોટોઝથી ચાહકોના દિલ ધડકાવતી રહે છે. હાલમાં પણ નેહાની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં તે ફ્લોરલ ડ્રેસમાં જોવા મળી રહી છે. નેહાની આ તસવીરો ગોર્જિયસની સાથે સાથે બોલ્ડ પણ છે.
આ તસવીરોમાં નેહા કોઇ સુંદર જગ્યાએ બેસી બ્રેકફાસ્ટનો આનંદ માણતી હોય તેમ લાગી રહ્યુ છે. નેહા હાલમાં તેની પર્સનલ લાઇફને લઇને ઘણી ચર્ચામાં છે, વાસ્તવમાં નેહા પહેલીવાર તેના બોયફ્રેન્ડ સાથે તાજેતરમાં સ્પોટ થઇ હતી. મુંબઈમાં પેટાર સ્લિસ્કોવિક સાથે હાથોમાં હાથ નાખી ચાલતી વખતે નેહા ખુશ દેખાતી હતી. પેપરાજીએ બંનેને સાથે સ્પોટ કર્યા હતા.
આ દરમિયાન નેહાએ સ્ટાઈલિશ બ્લેક ડ્રેસ પહેર્યો હતો, જ્યારે પેટાર ટી-શર્ટમાં હતો. નેહા અને પેટારની આઉટિંગની તસવીરો-વીડિયો સામે આવતા જ બંનેની રિલેશનશિપને લઇને અટકળો ચાલુ થઇ ગઇ. નેહાના રૂમર્ડ બોયફ્રેન્ડની વાત કરીએ તો, પેટાર 33 વર્ષનો છે અને તે બોસ્નિયા દેશનો છે. તે એક ક્રોએશિયાઇ ફૂટબોલર છે, જેની કારકિર્દી ખૂબ સારી છે. ત્યારે બંનેની બોન્ડિંગ જોઈને બધા જ અંદાજ લગાવી રહ્યા છે કે બંને રિલેશનમાં છે.