અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા અને તેમના બ્લોગમાં ખુલ્લેઆમ પોતાના મંતવ્યો પણ શેર કરે છે. અમિતાભની ઘણી પોસ્ટ્સ હેડલાઇન્સ મેળવે છે. અમિતાભ અવાર નવાર એક નવો વિચાર લઈને દર્શકો સામે આવે છે. આજે પણ તેમણે કંઈક આવું જ કર્યું. સવારે 3 વાગ્યે તેમણે ચાહકો સાથે એક આકર્ષક પોસ્ટ શેર કરી. લોકો આ પોસ્ટ પરથી નજર પણ નથી હટાવી શકતા.
અમિતાભ બચ્ચને એક સરળ પોસ્ટ દ્વારા ઊંડી વાત કહી. આ પોસ્ટમાં તેમણે એક તસવીર શેર કરી છે જે ખૂબ જ મજબૂત મેસેજ આપી રહી છે. આ તસવીર પોસ્ટ કરી અમિતાભ બચ્ચને સામાજિક એકતાનું ઉદાહરણ આપ્યું. તેમણે વિશ્વને જાતિ અને ધર્મના મુદ્દાઓથી ઉપર ઉઠવાનો સંદેશ આપ્યો. અમિતાભ બચ્ચને એક પોસ્ટ શેર કરી 2024 માં દુનિયા છોડી ગયેલ ચાર દિગ્ગજોને શ્રદ્ધાંજલિ આપી.
પોતાની ભાવનાત્મક પોસ્ટમાં તેમણે એ પણ કહ્યું કે આ ચાર દિગ્ગજોમાંથી એક પારસી, એક મુસ્લિમ, એક શીખ અને એક હિંદુ હતા. પરંતુ દરેક તેમને ભારતીય તરીકે યાદ કરે છે. અમિતાભ બચ્ચનની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે અને લોકો તેમના વિચારને સલામ કરી રહ્યા છે. તેમણે પોતાની પોસ્ટ સાથે એક કાર્ટૂન પણ શેર કર્યું છે અને તેના માટે કાર્ટૂનિસ્ટે તેમનો આભાર માન્યો.
અમિતાભ બચ્ચને ઇન્સ્ટ્રાગામ પર કાર્ટૂનિસ્ટ સતીશ આચાર્યનું કાર્ટૂન શેર કર્યુ છે, જેની ઉપર લખ્યુ છે, “2024 માં એક પારસી, એક મુસ્લિમ, એક સિખ અને એક હિંદુનું નિધન થયુ. આખા દેશે શોક જતાવ્યો અને એ પણ માત્ર ભારતીય તરીકે યાદ કરવામાં આવે છે. કાર્ટૂનની મદદથી બિઝનેસમેન રતન ટાટા, તબલા વાદક ઝાકિર હુસૈન, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને ફિલ્મમેકર શ્યામ બેનેગલને બતાવવામાં આવ્યા છે.
સાથે લખ્યુ છે- “સ્વર્ગમાં આપણા હીરો.” પોસ્ટ શેર કરતી વખતે અમિતાભ બચ્ચને કેપ્શનમાં લખ્યું, “તસવીર બધું જ કહી રહી છે.” અમિતાભ બચ્ચનની પોસ્ટ જોયા બાદ સતીશ આચાર્ય એ કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, “શેર કરવા બદલ આભાર સર. જણાવી દઇએ કે, 9 ઓક્ટોબર 2024ના રોજ દેશે ઉદ્યોગપતિ રતન ટાટાને ગુમાવ્યા.
આ પછી તબલાવાદક ઝાકિર હુસૈનનું 15 ડિસેમ્બર 2024ના રોજ અવસાન થયું. 23 ડિસેમ્બર 2024ના રોજ, શ્યામ બેનેગલે દુનિયા છોડી અને 26 ડિસેમ્બર 2024ના રોજ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનથી દેશ શોકમાં ડૂબી ગયો.
View this post on Instagram