આજની ફેશનની દુનિયામાં લોકો અનોખા અને વિચિત્ર ફેશન સ્ટેટમેન્ટ અપનાવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોમાં એક વ્યક્તિ જૂની અને ફાટેલી ટી શર્ટને 85 વર્ષ જૂની હોવાનો કહી વેચવાનો પ્રયાસ કરી રહ્યો છે. આશ્ચર્યજનક રીતે, આની કિંમત $2,500 (અંદાજે 2.14 લાખ રૂપિયા) રાખી છે, જે નવા અને ઉચ્ચ ગુણવત્તાવાળા કપડાંનો સંપૂર્ણ ટ્રક ખરીદી શકે છે.
‘Bidstitch’ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલા આ વિડિયોમાં, વ્યક્તિએ દાવો કર્યો છે કે આ સ્વેટશર્ટ 1940ની છે અને તેણે તેને બંધ મકાનમાંથી શોધી કાઢી. વીડિયોમાં દેખાડવામાં આવેલ સ્વેટશર્ટ ફાટેલો છે અને ઘણો જૂનો પણ છે, તે પહેરવા યોગ્ય પણ નથી લાગતો. આ સ્વેટશર્ટ ન તો ઠંડીથી બચાવવા કામ લાગશે અને ન તો પહેરવા… તેની હાલત એટલી ખરાબ છે કે તેને ખરીદવા માટે કોઈ એક રૂપિયો પણ આપવા તૈયાર ન થાય.
તેમ છતાં આ વ્યક્તિએ તેને 2,500 ડોલરની કિંમતે વેચવાનો દાવો કર્યો છે. આ કિંમતે દિલ્હીના સરોજિની માર્કેટમાંથી ઘણા સારા કપડાં ખરીદી શકાય છે. આમ છતાં આ વ્યક્તિએ આ સ્વેટશર્ટની કિંમત કેમ આટલી વધારે રાખી તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. આ વીડિયો પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા સામે આવી રહી છે. કેટલાક લોકો આ વીડિયો પર હસી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો આ વ્યક્તિના દાવા પર વિશ્વાસ કરવાનો ઇનકાર કરી રહ્યા છે.
View this post on Instagram