કોરોના બાદ ચીનમાં નવા વાયરસે દીધી દસ્તક, બાળકો અને વૃદ્ધોને શિકાર બનાવી રહી છે આ મહામારી

કોરોનાના 5 વર્ષ બાદ ચીનમાં ફરી એક નવી મહામારીએ આપી દસ્તક, ઇમર્જન્સી જાહેર થયાનો દાવો- હોસ્પિટલથી શ્મશાન સુધી એલર્ટ

શું તમને કોરોના વાયરસ યાદ છે ? આખી દુનિયામાં કેવી તબાહી મચી ગઈ હતી, દરેક દેશના શ્વાસ થમી ગયા હતા, લાખો લોકોના આ મહામારીને કારણે મોત થયા હતા. ચીનની એક ભૂલે આખી દુનિયાને મોટા સંકટમાં નાખી દીધી હતી. ત્યારે હવે ફરી એકવાર ચીનમાં નવો વાયરસ આતંક ફેલાવી રહ્યો છે. ચીનની હોસ્પિટલોમાં લાંબી લાઈનો છે અને દરેક ચહેરા પર માસ્ક… એટલું જ નહીં, ચીન ફરી એકવાર તેને દુનિયાની નજરથી છુપાવવા માંગે છે, જેમ તેણે કોરોના સમયે પણ કર્યું હતું.

સવાલ એ છે કે શું કોવિડ-19 રોગચાળા બાદ ચીન વિશ્વને ફરી એક નવો રોગચાળો આપવા જઈ રહ્યું છે ? ત્યારે પણ હોસ્પિટલોમાં પગ મુકવાની પણ જગ્યા નહોતી અને હવે ફરી એકવાર ચીનની હોસ્પિટલોમાં લાંબી કતારો જોવા મળી રહી છે. તેની સૌથી વધુ અસર નાનાં બાળકો પર જોવા મળી રહી છે. આમાં 2 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે.કોરોના વાયરસ બાદ ચીનમાં ફરી એકવાર નવા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. આ વાયરસનું નામ HMPV છે.

તેના આગમનની અસર એ છે કે હોસ્પિટલોમાં અવિરત કતારો જોવા મળે છે. લોકોના ચહેરા પર માસ્ક છે.મહામારીની આશંકા વચ્ચે એ ખબર છે કે ચીનમાં એકસાથે ચાર વાયરસ હવામાં ફેલાઈ ગયા છે. ઈન્ફલ્યુએન્ઝા એ HMPV એટલે કે માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. HMPV ની પેટર્ન કોરોના જેવી જ છે. એનો અર્થ એ છે કે આ વાયરસ હવા દ્વારા પણ ફેલાઈ શકે છે. જ્યારે કોરોનાએ વિશ્વમાં તબાહી મચાવી દીધી હતી અને અસંખ્ય લોકોના જીવ લીધા હતા ત્યારે લાંબા સમય પછી WHO એ તેને PENDAMIC જાહેર કર્યો.

આ વખતે પણ WHO એ નવા વાયરસ પર મૌન સેવ્યું હતું. કોરોના સમયે ચીને દુનિયાથી પોતાના ગુનાને છુપાવ્યો હતો. આ વખતે પણ ચીન આ વાયરસના અટેક પર ખામોશ છે. પરંતુ, સમાચાર એ છે કે ચીનના ઘણા વિસ્તારોમાં અઘોષિત ઈમરજન્સી લાદી દેવામાં આવી છે. હોસ્પિટલોથી લઈને સ્મશાનગૃહ સુધી એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો સવાલ એ ઊભો થાય છે કે શું દુનિયા ફરી એકવાર બીજી મહામારીનો ભોગ બનવા જઈ રહી છે? જણાવી દઇએ કે, HMPV નવું નથી. તેની ઓળખ 2001માં જ થઈ હતી. આ વાઇરસ છેલ્લા 6 દાયકાથી હાજર છે.

આ વાઇરસ તમામ પ્રકારની ઋતુઓમાં વાતાવરણમાં હાજર હોય છે, પરંતુ શિયાળામાં તેના ફેલાવાનું જોખમ સૌથી વધુ હોય છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાનો પહેલો કેસ ચીનના વુહાન શહેરમાં 2019માં જોવા મળ્યો હતો. ત્યારે તેને રહસ્યમય ન્યુમોનિયા હોવાનું માનવામાં આવતું, તે SARS-CoV-2 વાઇરસ (કોરોના વાઇરસ)થી ફેલાય છે. આ પછી તે આખી દુનિયામાં ફેલાઇ ગયો અને તબાહી મચાવી દીધી. 30 જાન્યુઆરી 2020ના રોજ WHOએ તેને વૈશ્વિક રોગચાળો જાહેર કર્યો.

Shah Jina