આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે બતાવ્યો પ્રેમનો જાદુ, રાહાનો ક્યુટ અંદાજ જીતી લેશે દિલ ! ન્યુ આલિયાનું ન્યુ યર ફોટો ડંપ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલિવૂડના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક છે. લોકો આ કપલ પર ખૂબ જ પ્રેમ વરસાવે છે. કપલ સાથે સાથે તેમની લાડલી રાહા ઘણી લાઇમલાઇટમાં રહે છે. રાહા બોલિવૂડના સૌથી ક્યૂટ સ્ટાર કિડ્સની યાદીમાં ટોપ પર છે. તે પોતાની ક્યુટનેસથી અવાર નવાર લોકોના દિલ જીતે છે.
આ દિવસોમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પુત્રી રાહા તેમજ પરિવાર સાથે થાઈલેન્ડમાં વેકેશન મનાવી રહ્યા છે. આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર વેકેશનની સુંદર ઝલક શેર કરી છે. આ તસવીરો લોકોના દિલ જીતી રહી છે. આમાંની એક તસવીરે લોકોનું ધ્યાન ખેંચી રહી છે. જેમાં પાવર કપલ સાથે રાહાની ક્યૂટનેસનો જાદુ જોવા મળી રહ્યો છે. આ તસવીર એકદમ ક્યૂટ છે.
રણબીર કપૂર આલિયા ભટ્ટને કિસ કરતો જોવા મળી રહ્યો છે, જ્યારે રાહા ટુકુર ટુકુર જોઇ રહી છે. આ સિવાય પણ આલિયાએ ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરો પોસ્ટ કરતા આલિયાએ કેપ્શનમાં લખ્યું કે, ‘2025: જ્યાં પ્રેમ દોરી જાય છે, બાકીનું બધું તેની જાતે જ અનુસરે છે…!!’ જણાવી દઈએ કે, આ ફેમિલી વેકેશનમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે નીતુ કપૂર, સોની રાઝદાન, શાહીન ભટ્ટ, રિદ્ધિમા કપૂર, તેનો પતિ ભરત સાહની અને દીકરી સમારા પણ સાથે જોવા મળ્યા હતા.
આટલું જ નહીં રણબીર કપૂર અને આલિયાનો ક્લોઝ ફ્રેન્ડ અયાન મુખર્જી પણ આ વેકેશનમાં મસ્તી કરતો જોવા મળ્યો હતો. આ થાઈલેન્ડ વેકેશનના ઘણા ગ્રુપ ફોટોઝ પણ વાયરલ થયા હતા, જેમાં આખો પરિવાર સામેલ હતો. વર્કફ્રન્ટની વાત કરીએ તો, રણબીર અને આલિયા ફિલ્મ લવ એન્ડ વોરમાં સાથે જોવા મળશે. આ ઉપરાંત રણબીર નિતેશ તિવારીની ‘રામાયણ’માં જોવા મળશે. આલિયા પાસે યશ રાજ ફિલ્મ્સની આગામી ફિલ્મ આલ્ફા છે.