વિદાયના સમયે Gen-Z દુલ્હનની વાતો સાંભળી છૂટી ગઇ સંબંધીઓની હસી…જુઓ વીડિયો

સાસરામાં નાના કપડા કેવી રીતે પહેરીશ….ઊંધો જવાબ કેવી રીતે આપીશ…વિદાયના સમયે Gen-Z દુલ્હનની વાતો સાંભળી છૂટી લોકોની હસી

અવારનવાર લગ્ન સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. ક્યારેક વર-કન્યાનો તોફાની ડાન્સ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે, તો ક્યારેક યુઝર્સ વરરાજાની રોમેન્ટિક સ્ટાઈલ જોઈને કાયલ થઈ જાય છે. ડાંસ, ગીત અને ધાર્મિક વિધિઓના વીડિયો સિવાય આ દિવસોમાં વિદાય સાથે સંબંધિત રમુજી પળોના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે.

ત્યારે આ દિવસોમાં Gen-Z દુલ્હનની વિદાયનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો જોઈને નેટીઝન્સ ખડખડાટ હસી રહ્યા છે. Gen-Z દુલ્હનની વિદાયના આ ફની વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે. વીડિયોમાં રેડ જોડામાં દુલ્હન વરરાજા સાથે કારમાં બેઠેલી અને લગ્ન પછી તેના સાસરે ન જવા માટે તેની માતાને રમૂજી દલીલ કરતી જોવા મળે છે.

દુલ્હન પહેલા કહે છે કે હવે તેની પાસે વાસણ અને કપડાં ધોવડાવશે. આ પછી દુલ્હન તેની માતાને કહે છે કે તે તેના સાસરિયામાં ટૂંકા કપડાં કેવી રીતે પહેરશે, ઊંધા જવાબો કોને આપશે, જેના પર માતા કહે છે કે આ એક પરંપરા છે અને તેનું પાલન કરવું પડશે. વિડિયોના અંતે, કન્યા બદો-બદી અને કચ્ચા બદામ ગાતી વખતે હસે છે. Gen-Z દુલ્હનનો આ ફની વીડિયો નેટીઝન્સ ખરેખર પસંદ કરી રહ્યા છે, અને ખૂબ જ મજા લઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nikita Singhla (@nikita__official08)

Shah Jina