કહેવાય છે કે જો જુસ્સો હોય તો વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ આવા જ લોકોને ઓળખ આપે છે. તાજેતરમાં એક ભારતીય વ્યક્તિની આવી જ અદભૂત પ્રતિભા સોશિયલ મીડિયા પર ફેમસ થઈ છે. આ પ્રતિભાએ તેને સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બનાવ્યું છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વીડિયોમાં જોઇ શકાય છે. વીડિયોમાં એક વ્યક્તિને કતારમાં લાગેલ ટેબલ ફેનને જીભ વડે બંધ કરતો જોઈ શકાય છે.
આ નજારો જેટલો ડરામણો છે તેટલો જ હેરાન કરનારો પણ છે. જ્યારે લોકો સામાન્ય રીતે પંખાના ઝડપી ફરતા બ્લેડથી દૂર રહેવાની સલાહ આપે છે, ત્યારે આ વ્યક્તિ તેની જીભની મદદથી ફેનને રોકતો જોવા મળે છે. આ વ્યક્તિનું નામ ક્રાંતિ કુમાર પનિકેરા છે, જે ‘ડ્રિલમેન’ તરીકે ઓળખાય છે અને તે ભારતનો છે.
તેણે પોતાની પ્રતિભાથી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે માત્ર 1 મિનિટમાં જીભ વડે 57 ટેબલ ફેનની બ્લેડ રોકીને આ અનોખો રેકોર્ડ બનાવ્યો. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે તેના ઈન્સ્ટા પેજ પર આ વીડિયો શેર કર્યો છે. કેટલાક લોકો તેને ‘અવિશ્વસનીય’ અને ‘અમેઝિંગ’ કહી રહ્યા છે, તો કેટલાક ‘જોખમી’ કહીને તેની ટીકા કરી રહ્યા છે.
એક યુઝરે લખ્યું કે આ માણસ ખરેખર અદ્ભુત છે, પરંતુ આ કરવું જોખમથી મુક્ત નથી. બીજાએ લખ્યું કે શું હવે ગિનિસ રેકોર્ડ્સમાં વિચિત્ર પ્રતિભાઓને સ્થાન આપવામાં આવી રહ્યું છે જ્યારે કેટલાક લોકો તેને ખતરનાક માની રહ્યા છે અને કહી રહ્યા છે કે ગિનિસ બુક તેના પ્લેટફોર્મ પર આવા ગાંડપણને શા માટે સ્થાન આપી રહ્યું છે ? જીવલેણ કરી શકે છે. એક યુઝરે કહ્યું કે આ વીડિયો જોઈને હું કંપી ઉઠ્યો, ગિનિસ બુક આવા લોકોને પોતાના પ્લેટફોર્મ પર કેવી રીતે સ્થાન આપી રહ્યું છે?
View this post on Instagram