ફરવા જાઓ, લગ્ન કરો, પત્ની બનાવો, રંગરેલિયા મનાવો અને છૂટાછેડા આપો…પર્યટકોને મળે છે થોડા દિવસો માટે પત્ની…જાણો

કલ્પના કરો કે તમે કોઈ અજાણ્યા દેશમાં જાઓ છો અને તમને તેના વિશે કંઈ ખબર નથી. આવી સ્થિતિમાં, તમે તમારા માટે માર્ગદર્શિકા શોધશો બરાબરને… પરંતુ વિશ્વમાં એક એવો દેશ છે જ્યાં પ્રવાસીઓને પત્નીઓ આપવામાં આવે છે. પ્રવાસીઓ પોતાની પસંદગીની સ્ત્રીને થોડા સમય માટે પોતાની પત્ની તરીકે રાખે છે અને સફર પૂરી થયા પછી તેને છૂટાછેડા આપી દે છે. તેને ‘આનંદ વિવાહ’ એટલે કે ‘પ્લેઝર મેરેજ’ કહેવામાં આવે છે, દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં પ્લેઝર મેરેજનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે.

ખાસ કરીને ઈન્ડોનેશિયામાં આ ઘણું જોવા મળે છે. લોસ એન્જલસ ટાઈમ્સના અહેવાલ મુજબ, ઈન્ડોનેશિયામાં આ પ્રકારના લગ્ન એક મોટો ઉદ્યોગ બની ગયો છે. ઘણી સ્ત્રીઓ પોતાની આજીવિકા અને પૈસા કમાવવા માટે આ લગ્નનો ભાગ બની જાય છે. આનાથી ઇન્ડોનેશિયાના પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળે છે. આ લગ્ન એ ઇન્ડોનેશિયામાં એક વ્યવસાય બની ગયો છે. ખાસ કરીને ગામડાઓમાં રહેતી મહિલાઓ તેનો એક ભાગ બને છે.

પૈસાના લોભને કારણે કેટલીક મહિલાઓના પરિવારના સભ્યો તેમના પર પ્લેઝર મેરેજ કરવા દબાણ કરે છે તો કેટલીક મહિલાઓ પૈસા કમાવવા માટે પોતાની મરજીથી આ વ્યવસાય અપનાવે છે. રિયલ એસ્ટેટ ઉદ્યોગની જેમ, અહીં પણ દલાલો છે, જેઓ પ્રવાસીઓને તેમની માંગ મુજબ પરિચય કરાવે છે અને બંનેના લગ્ન ઇન્ડોનેશિયામાં સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. જો કે તેની સામે કોઈ કડક કાયદો બનાવવામાં આવ્યો નથી, તેથી તે આડેધડ ફૂલીફાલી રહ્યો છે.

પ્લેઝર મેરેજનો ભોગ બનેલી એક મહિલાએ લોસ એન્જલસ ટાઈમ્સને પોતાની અગ્નિપરીક્ષા સંભળાવી છે. મહિલાનું સાચું નામ જાહેર કરવામાં આવ્યું નથી. રીપોર્ટ અનુસાર, જ્યારે તે 17 વર્ષની ઉંમરે પ્લેઝર મેરેજનો ભાગ બની હતી. વાસ્તવમાં, 13 વર્ષની ઉંમરે, તેના લગ્ન તેની શાળાના મિત્ર સાથે થયા હતા. બંનેને એક પુત્રી પણ હતી. પરંતુ જ્યારે તે 17 વર્ષની થઈ, ત્યારે તેના દાદા-દાદીએ એક પ્રવાસીને જોયો જે થોડા દિવસોથી કન્યાની શોધમાં હતો. સાઉદી અરેબિયાથી આવેલા આ પ્રવાસીની ઉંમર 50 વર્ષની હતી. આ છોકરી સાથે લગ્નના બદલામાં તેણે 850 ડોલર એટલે કે અંદાજે 70 હજાર રૂપિયા આપ્યા હતા.

જ્યાં સુધી તે ઈન્ડોનેશિયામાં રહ્યો ત્યાં સુધી આ છોકરી તેની સાથે તેની પત્નીની જેમ રહેતી હતી અને પછી જ્યારે છોકરીના પતિને આ વાતની જાણ થઈ ત્યારે તેણે છોકરી અને તેની પુત્રીને એકલા છોડી દીધા હતા. પોતાની આજીવિકા કમાવવા માટે છોકરીએ હંમેશ માટે પ્લેઝર મેરેજ અપનાવ્યા. તેણે અત્યાર સુધીમાં 15 થી વધુ લગ્ન કર્યા છે. જો કે, તેના પ્રથમ લગ્નનો અનુભવ ખૂબ જ ભયંકર હતો. તેના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયાના એક વ્યક્તિએ તેને થોડા દિવસો માટે તેની સાથે જવા કહ્યું. આ પ્લેઝર મેરેજ માટે પુરુષે દર મહિને 2000 ડૉલર દહેજ અને હર મહિને 500 ડૉલર આપવાનું વચન આપ્યું હતું.

છોકરીને આ સોદો ગમ્યો અને તેની સાથે સાઉદી અરેબિયા ગઇ. ત્યાં તેની હાલત ખરાબથી ખરાબ થતી ગઈ. તે માણસે છોકરી સાથે ગુલામો કરતાં પણ ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું અને છોકરીને પૈસા પણ ન આપ્યા. કોઈક રીતે છોકરી ત્યાંથી ભાગી ગઇ અને પોતાના દેશમાં પાછો ફરી. પ્લેઝર મેરેજની આવી ઘણી વાતો ઈન્ડોનેશિયામાં સામાન્ય થવા લાગી છે.

Shah Jina