બનાસકાંઠામાં બહુ જ ભયાનક અકસ્માત: બસ-ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત- 15થી વધુ ઘાયલ

આજથી નવા વર્ષ 2025ની શરૂઆત થઇ ગઇ છે, ત્યારે પહેલા જ દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2025ના રોજ બનાસકાંઠાથી દુ:ખદ સમાચાર સામે આવ્યા. માર્ગ અકસ્માતની ઘટનામાં 3 લોકોના કરુણ મોત . જાણકારી અનુસાર, બનાસકાંઠાના સોનેથ ગામ પાસે ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળે જ 3ના કરુણ મોત થયા હતા.

આ સાથે 15થી 20 લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. ઇજાગ્રસ્ત તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા. ભયાનક અકસ્માતને પગલે સુઇગામના સોનેથ ગામ નજીક રાત્રીના સમયે મોતની ચિચિયારીઓથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો. જામનગરથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસને બનાસકાંઠાના સુઇગામ નજીક સોનેથ ગામ પાસે ભારત માલા હાઇવે પર અકસ્માત નડ્યો હતો.

પ્રાપ્ત જાણકારી અનુસાર, રોંગ સાઇડથી આવતા ટેન્કર ચાલકે લક્ઝરી બસને ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ખૌફનાક હતો કે લક્ઝરીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. લક્ઝરી અને ટેન્કરને અલગ કરવા માટે 3 ક્રેઇનની મદદ પણ લેવી પડી હતી.બીૂજી અકસ્માતની ઘટના દ્વારકા નજીકથી સામે આવી, રાજસ્થાનથી દ્વારકા દર્શનાર્થે આવી રહેલા એક પરિવારની ઇનોવા ખંભાળિયાથી દ્વારકા તરફ જતી હતી.

ત્યારે હાઈવે માર્ગ પર ભાટીયા ગામ નજીક ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાઇ, જેને કારણે 54 વર્ષીય રાધારાણીબેન અને 28 વર્ષિય દીકરી દિવ્યાબેનના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે બે મુસાફરોને ઇજા પહોંચવાના કારણે 108 મારફતે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Shah Jina