દુ:ખદ : અમદાવાદ અને વડોદરામાં બે ગમખ્વાર અકસ્માતમાં દંપતી સહિત કુલ 4ના મોત, ઘટના બાદ ડ્રાઈવર ફરાર

ગુજરાતમાં ઝડપથી દોડતા વાહનોના કારણે દરરોજ સર્જાતા અકસ્માતોનો વ્યાપ વધી રહ્યો છે, અને ઘણી જીંદગીઓ આ અકસ્માતોની ભેટ ચઢી જાય છે. અમદાવાદ અને વડોદરામાં બે ગંભીર માર્ગ અકસ્માતોની ઘટના સામે આવી, જેમાં દંપતી સહિત બે યુવાનોના મોત નિપજ્યા છે. આ રીતે, બે અલગ અલગ ઘટનાઓમાં કુલ ચાર વ્યક્તિઓ જીવ ગુમાવી ચૂક્યા છે. અમદાવાદમાં એસ.પી. રીંગ રોડ પર વધુ ઝડપે જતાં ટ્રકની ટક્કરે દંપતીનું મૃત્યુ થયું છે, જ્યારે વડોદરાના હાલોલ રોડ પર જરોદ નજીક એક કન્ટેનર દ્વારા બાઈક સવાર બે યુવાનોને અડફેટે લેતા તેઓએ પણ જીવ ગુમાવ્યો છે.

File Pic

વડોદરાના હાલોલ રોડ પર જરોદ નજીક દર્શન હોટલ પાસે એક ભયાનક અકસ્માત બન્યો છે. ઝડપી ગતિએ દોડતા કન્ટેનરે બાઈકને ટક્કર મારી. આ ટક્કરના કારણે બાઈક પર સવાર બે યુવાનો રસ્તા પર ઢસડાયા, અને બાઈકમાં આગ ફાટી નીકળી. આ ગંભીર અકસ્માતમાં બાઈક સવાર બંને યુવાનોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા છે. કન્ટેનરનો ડ્રાઈવર ઘટના પછી તાત્કાલિક સ્થળ પરથી ભાગી છૂટ્યો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે.

File Pic

ઉલ્લેખનીય છે કે, આ ભયાનક અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનો હાલોલ તાલુકાના હિરાપુરા ગામના નિવાસી હતા. પોલીસ દ્વારા ફરાર થયેલા કન્ટેનર ડ્રાઈવરની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના હિરાપુરા ગામના નરેશ વજેસીંગ રાઠોડ (ઉંમર 20 વર્ષ) અને સમીર પ્રવીણસિંહ સોલંકી નામના યુવકોના નિધનથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે.

File Pic

અમદાવાદના એસ.પી. રીંગ રોડ પર પાંજરાપોળ ચાર રસ્તા નજીક બેફામ ટ્રકે દંપતીને ટક્કર મારી, જે કારણે દંપતીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. આ દુખદ ઘટનાના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને સમગ્ર પ્રકરણની તપાસ શરૂ કરી છે. હજી સુધી સમગ્ર ઘટનાના વિસ્‍તૃત વિગત મેળવવાના પ્રયાસો ચાલુ છે.

File Pic

થોડા દિવસ અગાઉ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. ઝડપી ગતિએ દોડતી કારના ધડાકાથી એક મહિલાનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય બે લોકોને ઇજા પહોંચી હતી. આ ઘટનાને કારણે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્ર થયા. પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને કારના આધારે વધુ તપાસ શરૂ કરી.

Devarsh