ન્યુ યર પર આ દેશે લગાવી દીધો બુરખા પહેરવા પર બેન, જો કરી ભૂલ તો ભરવો પડશે હજારોનો દંડ…

ચોંકાવનારો નિર્ણય! બુરખા પહેરવા પર લગાવ્યો પ્રતિબંધ, જો પહેર્યો તો આટલા હજારનો દંડ, જાણો સમગ્ર વિગત

સ્વિત્ઝરલેન્ડની સરકારે નવા વર્ષની પહેલી સવારથી સમગ્ર દેશમાં બુરખા અને હિજાબ પહેરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરી દીધો છે. હવે કોઈપણ મહિલા જાહેર સ્થળોએ બુરખા, હિજાબ કે અન્ય કોઈપણ માધ્યમથી પોતાનો ચહેરો સંપૂર્ણપણે ઢાંકી શકશે નહીં. જો કોઈ કાયદાનો ભંગ કરતા પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

રીપોર્ટ્સ અનુસાર, આ કાયદાનું ઉલ્લંઘન કરવા પર 1000 સ્વિસ ફ્રેંક સુધીનો દંડ એટલે કે લગભગ 96 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જણાવી દઈએ કે સ્વિટ્ઝરલેન્ડમાં વર્ષ 2021માં જ બુરખા પર પ્રતિબંધ પર મતદાન થયું હતું. ત્યારે જનમત સંગ્રહમાં 51.21 ટકા વોટ પડ્યા હતા. આ પછી વર્ષ 2022માં સ્વિત્ઝરલેન્ડની સંસદમાં આ અંગે એક કાયદો બનાવવામાં આવ્યો હતો, જે 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવ્યો.

સ્વિત્ઝરલેન્ડ પહેલા ફ્રાન્સ, બેલ્જિયમ, ડેનમાર્ક, નેધરલેન્ડ, બલ્ગેરિયા અને ઑસ્ટ્રિયામાં પણ બુરખા પર પ્રતિબંધને લઈને કાયદો બનાવવામાં આવ્યો છે. આ દેશોમાં કાયદો બન્યા પછી જાહેર પરિવહન, રેસ્ટોરન્ટ, પબ્લિક ઑફિસ, દુકાનો અને દૂરના સ્થળોએ મહિલાઓ તેમના ચહેરાને સંપૂર્ણપણે ઢાંકી નથી શકતી. કેટલાક લોકોનું કહેવું છે કે આ કાયદો મુસ્લિમ મહિલાઓ વિરુદ્ધ છે, જે તેમને અયોગ્ય રીતે નિશાન બનાવે છે.

ત્યાં આ કાયદાનું સમર્થન કરનારાઓએ કહ્યું કે સાર્વજનિક સ્થળોએ સાંસ્કૃતિક મૂલ્ય અને સુરક્ષાના દૃષ્ટિકોણથી આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્વિત્ઝરલેન્ડમાં ભાગ્યે જ કોઈ મહિલા બુરખો અથવા હિજાબ પહેરે છે. ત્યાં લ્યૂસર્ન યુનિવર્સિટીના 2021ના એક રિસર્ચમાં જણાવ્યુ હતુ કે ત્યાં માત્ર 30 મહિલાઓ જ નકાબ પહેરે છે. સ્વિત્ઝરલેન્ડની કુલ આબાદીમાં લગભગ 5 ટકા જ મુસ્લિમ છે.

Shah Jina