મશહૂર એક્ટર દિલીપ શંકરનું મોત કેવી રીતે થયુ ? પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં થયો ખુલાસો- હોટલમાં મળ્યો હતો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ

રવિવારે સવારે પ્રખ્યાત અભિનેતા દિલીપ શંકરનો મૃતદેહ તિરુવનંતપુરમની એક હોટલમાંથી મળી આવ્યો હતો. મલયાલમ ફિલ્મોના જાણીતા અભિનેતાના અવસાનના સમાચારે સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી હતી. જો કે અભિનેતાના મૃત્યુ પાછળનું કારણ પહેલા બહાર આવ્યું નહોતુ, પરંતુ હવે અભિનેતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ અને સમય સામે આવ્યો છે.

29 ડિસેમ્બર 2024ના રોજ દિલીપ શંકરના મૃત્યુથી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ સર્જાયો હતો. દિલીપ શંકરે 4 દિવસ પહેલા તે હોટલમાં ચેક-ઈન કર્યું હતું. ત્યારપછી તે રૂમમાંથી બહાર ન આવતાં અને રૂમમાંથી આવતી દુર્ગંધને કારણે હોટલના સ્ટાફે રૂમનું તાળું તોડી અંદર જઈને જોયું તો દિલીપ શંકરની લાશ પડી હતી.

અભિનેતાનો મૃતદેહ મળતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ અને ફેન્સ તેમના પ્રિય અભિનેતાના મૃત્યુથી શોકમાં ગરકાવ થઈ ગયા.પરંતુ હવે એક નિવેદન સામે આવ્યું છે પોલીસ દ્વારા જારી કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અભિનેતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના મૃત્યુનો ચોક્કસ સમય જાહેર થયો છે.

પોલીસના નિવેદન મુજબ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે દિલીપ શંકરનું મૃત્યુ બે દિવસ પહેલા થયું હતું, પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ એવું કહેવામાં આવ્યું હતું કે અભિનેતાના મૃત્યુનું સાચું કારણ આંતરિક રક્તસ્રાવ હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા રૂમમાં પડી ગયો, જેના પછી તેને માથામાં ઈજા થઈ. તપાસ બાદ પોલીસને જાણવા મળ્યું કે અભિનેતા લાંબા સમયથી લીવર સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત હતો.

Shah Jina