અંબાલાલ પટેલની ઉત્તરાયણને લઇને મોટી આગાહી, વાંચી લો પતંગ રસિયાઓ…
હાલ તો ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે, ક્યાંક તો કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. ત્યારે હવે ઉત્તરાયણ પહેલા અંબાલાલ પટેલે આગાહી કરી છે. હાલ ગુજરાત પર સંકટના વાદળો મંડરાયા છે. ઉત્તરાયણ પહેલા વાદળો આવી શકે છે, તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે.
જો કે પતંગ રસિકો માટે સારા સમાચાર છે. ઉત્તરાયણ દરમિયાન સવારના સમયે સારો પવન રહેશે પણ બપોરના સમયે પવન ઘટી શકે છે. વાસી ઉત્તરાયણે પવન રહેશે. ઉત્તરાયણ દરમિયાન ઠંડા પવનો વહેશે. અંબાલાલ પટેલ અનુસાર, ઉત્તરાયણ સુધીમાં ફરીથી માવઠું થઈ શકે છે.
કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકને પણ નુકસાન થવાની ચિંતા છે. ખાસ તુવેર, રાઈ અને શાકભાજીના પાકને નુકસાન થઈ શકે છે. શાકભાજીના પાકમાં ઈયળ પડવાની શક્યતા છે. આ આગાહીને પગલે ખેડૂતોને પોતાના પાકની કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે.