હાલમાં કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઉપરી ભાગમાં પહાડોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. પહાડો પર બરફવર્ષાનો આનંદ માણવા માટે અહીં પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી છે. મનાલી અને સોલંગ વેલીની મુલાકાત લેવા માટે લોકો હજારો ગાડીઓથી આવ્યા છે. જેના કારણે ત્યાં ટ્રાફિક જામ સર્જાયો છે. ભારે હિમવર્ષાના કારણે અટલ ટનલમાં હજારો વાહનો અટવાયા છે.
આ કારણે ઘણા પ્રવાસીઓ એવા છે જેમણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી કહ્યું કે આ વિસ્તારમાં ન આવવા અપીલ કરી. કારણ કે ભારે હિમવર્ષાના કારણે હજારો વાહનો ફસાયેલા છે. એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હિમાચલ પ્રદેશના લોકપ્રિય પર્યટન સ્થળ મનાલી અને સોલંગ વેલીમાં ભારે હિમવર્ષાના કારણે 1,800 થી વધુ વાહનો ગત રોજ જામમાં ફસાયા હતા. આ માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ પરથી સામે આવી છે.
હાલમાં જ એક સોશિયલ મીડિયા યુઝરે વીડિયો શેર કર્યો અને કહ્યુ કે- મનાલી ફરવા ના જતા…નિલેશ પ્રજાપતિ નામના બ્લોગરે વીડિયો શેર કરી કહ્યુ- તમે લોકો મનાલી બિલકુલ પણ ના આવતા, અમે લોકો સવારે 9 વાગ્યાના નીકળેલા છીએ…મનાલીથી સોલંગ વેલી જવા માટે, અત્યારે 4.10 વાગી ગયા છે અને અહીંયાનો જે ટ્રાફિક છે ને એ ગજબ છે. હજુ સુધી અમે લોકો પહોંચી નથી શક્યા અને ટ્રાફિક જોઇને અમે પાછા વળી ગયા છીએ.
સાંજે 6.30 વાગ્યા આસપાસ પહોંચવાનું કે છે ત્યાં સુધી તો અંધારૂ થઇ જાય. એટલે ત્યાં શું જોવાનું. અમે લોકો પાછા જઇ રહ્યા છીએ હોટલ પર, ત્યાં જઇને આરામ કરીશું. કાલે સવારે પોસિબલ હશે એટલા વહેલા કસૌલ જવા માટી નીકળીશું. નિલેશ પ્રજાપતિએ આગળ કહ્યુ કે- આવતા વર્ષે કે ગમે ત્યારે તમે લોકો થર્ટીફર્સ્ટ ડિસેમ્બરમાં મનાલી આવવા માટે વિચારતા હોવ તો ચોખ્ખી ના પાડુ છુ, બિલકુલ પણ ના આવતા. તમે હેરાન થશો.
View this post on Instagram