41 સેકેન્ડ સુધી લડતા રહ્યા મોતની સામે, આકસ્માતનો આ વીડિયો જોઈ થઇ જશે જીવ અધ્ધર

ઉત્તર પ્રદેશના આગ્રા હાઈવે પર હિટ એન્ડ રન કેસનો એક ખૂબ જ ભયાનક વીડિયો સામે આવ્યો છે, જેણે દરેકને હંફાવી દીધા હતા. આ વીડિયો આગ્રા-દિલ્હી હાઈવેનો કહેવામાં આવી રહ્યો છે જ્યાં કન્ટેનરે મોટરસાઈકલ પર સવાર બે યુવકોને ટક્કર મારી, ત્યારબાદ બંને યુવકો બાઇક સાથે ટ્રકના આગળના વ્હીલમાં ફસાઈ ગયા, યુવકોએ બૂમો પાડીને કન્ટેનર રોકવાનો પ્રયાસ કર્યો.

તેઓ મદદ માટે બૂમો પાડતા રહ્યા પરંતુ ડ્રાઈવરે તેમની વાત ન સાંભળી અને તે ટ્રક ચલાવતો રહ્યો.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે બંને યુવકો કન્ટેનરના આગળના ટાયર નીચે ફસાઈ ગયા છે અને ડ્રાઈવર તેમને ઘસડી રહ્યો છે.

રોડ સાથે ઘસાઈ જવાને કારણે બાઇકમાંથી તણખા પણ નીકળતા જોઈ શકાય છે. બંને યુવકો પોતાનો જીવ બચાવવા બૂમો પાડી રહ્યા છે પરંતુ તેમની ચીસો પણ ડ્રાઈવર ટ્રક રોકત નથી.આ ઘટના સોમવારે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. જ્યારે ઝાકીર અને રબ્બી નામના બે યુવકો મોટરસાઈકલ પર નુનિહાઈ તરફ જઈ રહ્યા હતા.

ત્યારે પાછળથી આવતા ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. ટક્કર બાદ બાઇક ટ્રકના આગળના ભાગમાં ફસાઈ ગયું હતું અને બંને યુવકો પણ બાઇક સાથે ખેંચાઈ ગયા હતા. આ અકસ્માતમાં બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસે તેમને આગ્રાની હોસ્પિટલમાં દાખલ કર્યો જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ તેમની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે.

અકસ્માતમાં ઘાયલ થયેલા ઝાકિરે કહ્યું કે અમે ઘણી ચીસો પાડતા રહ્યા, પરંતુ તેણે ટ્રક રોક્યો નહીં અને અમને ખેંચતો રહ્યો.દરમિયાન કન્ટેનરની આજુબાજુથી પસાર થતા ચાલકો પણ ટ્રકને રોકવાનો પ્રયાસ કરે છે. આમ છતાં ડ્રાઈવર તેને લગભગ અડધો કિલોમીટર સુધી ખેંચી ગયો. જે બાદ અન્ય ડ્રાઈવરોએ ઓવરટેક કરીને ટ્રકને રોક્યો હતો અને ત્યારબાદ ભીડનો ગુસ્સો ડ્રાઈવર પર ફાટી નીકળ્યો હતો. ટોળાએ ટ્રક ચાલકને માર માર્યો હતો. જે બાદ આરોપી ડ્રાઈવરને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

Devarsh