રાજકોટ : દે થપાક, દે થપાક…PSI અને યુવક વચ્ચે મારામારીના લાઈવ દૃશ્યો કેમેરામાં થયા કેદ

ગુજરાતમાંથી ઘણીવાર મારામારીની ઘટના સામે આવે છે, જે ક્યારેક બે ગ્રુપ વચ્ચે હોય છે તો ક્યારેક પોલિસકર્મી અને જનતા વચ્ચે… હાલમાં જ રાજકોટમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં PSI અને એક યુવક વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઇ. આ ઘટના રાજકોટની રૈયા ચોકડી પાસે બની હતી.

જ્યારે આ મારામારીના લાઈવ દૃશ્યો કેમેરામાં કોઇએ કેદ કરી લીધા હતા. PSIએ યુવકનું વાહન રોકતા યુવક અને પીએસઆઇ વચ્ચે તકરાર થઇ હતી અને આ બાદમાં મારામારીમાં પરિણમી. સોશિયલ મીડિયામાં પણ આ મારામારીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ત્રણેક પોલીસકર્મીઓ અને એક યુવાન જોઇ શકાય છે.

પોલીસકર્મી અને યુવક બાજતા દેખાય છે, PSI ખુબજ ગુસ્સામાં છે અને લાગી રહ્યુ છે કે તે યુવકને પાઠ ભણાવવાના મૂડમાં છે. જો કે અન્ય બે પોલીસ કર્મીઓ તે પીએસઆઇને રોકતા દેખાય છે અને યુવકને સાઇડમાં કરી રહ્યા છે. ગાડી રોકવાની બાબતને લઇને આ બબાલ થઇ હોવાનું સામે આવ્યું છે.

Shah Jina