સલમાન ખાને અંબાણી પરિવાર સાથે વનતારામાં કાપી 4 લેયર કેક, ભાણીને ખોળામાં લઇ ખૂબ કર્યુ એન્જોય

સલમાન ખાનના જન્મદિવસ પર જામનગરમાં થઇ આતિશબાજી, અંબાણી પરિવારે સેલિબ્રેશનમાં ના છોડી કોઇ કસર

બોલિવૂડનો દબંગ સલમાન ખાન 27 ડિસેમ્બરે 59 વર્ષનો થઈ ગયો. દર વર્ષે અભિનેતા તેના જન્મદિવસ પર ચાહકોને ભેટ આપે છે. આ વર્ષે ભેટ તરીકે આગામી ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું. આ સાથે જ અંબાણી પરિવારે પણ સલ્લુ મિયાંને જન્મદિવસની ભેટ આપી અને જામનગરમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું.

28 ડિસેમ્બરે એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા.ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક્ટર તેની ભાણી આયત શર્મા સાથે ચાર લેયરની સફેદ કેક કાપતો જોવા મળે છે. પહેલા જન્મદિવસનું ગીત વગાડવામાં આવ્યું અને પછી તેની ફિલ્મનું ગીત વગાડવામાં આવ્યું.

આ પછી ઉજવણી દરમિયાન ખૂબ જ આતશબાજી કરવામાં આવી. સેલિબ્રેશનમાં નીતા અંબાણી પણ પતિ મુકેશ અંબાણી સાથે બર્થડે ગીત ગાતા જોવા મળ્યા. આ સિવાય વીડિયોમાં સલમાન ખાનનો આખો પરિવાર સોહેલ ખાન, તેના બાળકો, અરબાઝ ખાનનો પુત્ર અરહાન, આયુષ શર્મા, અર્પિતા ખાન અને કપલના બાળકો તેમજ અંબાણી પરિવાર ઉજવણીનો આનંદ માણ્યો.

ભાઈજાનના લુકની વાત કરીએ તો, બ્લેક ટી-શર્ટ સાથે સલમાને ડેનિમ જીન્સ પહેર્યું હતું. વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાનની મચઅવેઇટેડ ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ થઇ ગયુ છે, ફરી એકવાર સલ્લુ એક્શન અવતારમાં જોવા મળશે.

થોડા જ કલાકોમાં આ ટીઝરને કરોડો લોકોએ જોઈ લીધું. આ ફિલ્મ 2025 ઈદ પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. ડેશિંગ અવતારમાં જોવા મળતા સલમાનની જોડી અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે જોવા મળશે. બંને પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન એ.આર. મુરુગદાસ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Atul Agnihotri (@atulreellife)

Shah Jina