પ્રેમીને લગ્ન કરતો જોઇ GF બની ખૂંખાર વિલન, સ્ટેજ પર જ કરી દીધો એવો કાંડ કે…વીડિયો થઇ ગયો વાયરલ

BF કહ્યા વિના કરી રહ્યો હતો લગ્ન, ગર્લફ્રેન્ડ એ મંડપમાં જઇ મારી લાત- ખૂબ મચી બવાલ

એવું ભાગ્યે જ બને છે કે લગ્નમાં કોઈ અવરોધો ન આવે. લગ્ન પ્રસંગમાં ક્યારેક ફુઆ તો ક્યારેક જીજા નારાજ થઈ જાય છે અને પછી ઘરની વ્યક્તિ તેમને મનાવવામાં પૂરો સમય વિતાવે છે. છેલ્લા કેટલાક સમયથી વર-કન્યા વચ્ચે સ્ટેજ પર લડાઈ એક સામાન્ય બાબત બની ગઈ છે. ઘણા વીડિયો ઓનલાઈન પણ વાયરલ થતા હોય છે, જેમાં દુલ્હન વારંવાર તેના ભાવિ પતિને થપ્પડ મારે છે. પરંતુ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે સાવ અલગ છે. અહીં પતિ-પત્ની અને વોનો નજારો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં આખી કહાની સાંભળવામાં આવી નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે ઘાયલ હૃદયવાળી મહિલાએ છેલ્લી ઘડીએ દુલ્હાને પાઠ ભણાવ્યો. Sonukumargiri396 નામના ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા વીડિયોમાં જોઈ શકાય છે, વરમાળા સેરેમની દરમિયાન દુલ્હન પહેલા દુલ્હાને જયમાલા પહેરાવે છે અને આ પછી જેવો દુલ્હો દુલ્હનને જયમાલા પહેરાવે છે ત્યારે બીજી છોકરી સ્ટેજ પર આવે છે અને તેને જોરથી લાત મારે છે. જેના કારણે વરરાજા અચાનક નીચે પડી જાય છે.

આ પછી કન્યા તેના ગળામાંથી માળા કાઢી લે છે. આ દરમિયાન છોકરી વરરાજા પર ચઢી તેને મારતી જોવા મળે છે. જણાવી દઇએ કે આ વીડિયોની સત્યતાની પુષ્ટિ ગુજ્જુરોક્સ નથી કરતુ, વીડિયો જોતા એવું લાગી રહ્યુ છે કે આ વીડિયો મનોરંજનના હેતુથી પણ બનાવવામાં આવ્યો હોઇ શકે.

 

View this post on Instagram

 

A post shared by Sonu_Goswami (@sonukumargiri396)

Shah Jina