વડોદરા : હીંચકાના હુંકમાં 10 વર્ષના માસૂમ બાળકના ગળામાં રહેલ ટાઇ ફસાઇ જતા દર્દનાક મોત, એકનો એક દીકરો છીનવાઇ જતા પરિવાર મથે તૂટી પડ્યો દુખોનો પહાડ

પટેલ પરિવારમાં વર્ષો બાદ આવેલી ખુશી છીનવાઈ, એકના એક દીકરાનું હીંચકાના હુંકમાં ફસાઈ જતા મોત

વડોદરાના નવાપુરા વિસ્તારમાંથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. 10 વર્ષનો કિશોર હિંચકા ઉપર રમી રહ્યો હતો અને આ દરમિયાન તેના ગળમાં રહેલ ટાઈ હૂકમાં ફસાઇ જતા તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું. પરિવાર એક સામાજિક પ્રસંગમાંથી પરત આવ્યા બાદ માસૂમ હીંચકા પર રમી રહ્યો હતો.

ત્યારે જ ટાઈ હિંચકાના હુંકમાં ફસાઈ જવાને કારણે કિશોરને ગળે ટૂંપો આવી ગયો. જો કે તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો પણ તેનું મોત નિપજ્યું. પ્રાપ્ત જાણકારી અનુસાર, વડોદરાના નવાપુરામાં આવેલ લક્ષ્મી ફ્લેટમાં રહેતા ધરમભાઇ પટેલનો 10 વર્ષીય દીકરો રચિત એકનો એક પુત્ર હતો, જેનું અકાળે મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છે.

ધરમભાઇ ખંડેરાવ માર્કેટમાં શાકભાજીનો ધંધો કરે છે અને તેઓનો મૂળ ધંધો લીંબુ વેચવાનો છે. વર્ષોની બાધા પછી સંતાન થતા આ બનાવ તેમના માટે અત્યંત આઘાત જનક છે. પરિવારનો કોઇપણ સભ્ય કશું કહેવાની પરિસ્થિતિમાં નથી.

Shah Jina