ઓહ માય ગોડ! પૂર્વ કોન્સ્ટેબલ પાસે દુબઈમાં નીકળ્યો 150 કરોડનો બંગલો? NGOથી બ્લેક મનીને કર્યા વ્હાઇટ

પૂર્વ RTO કોન્સ્ટેબલની કાળી કમાઇ જાણી પગ નીચેથી સરકી જશે જમીન, દુબઇમાં તો છે 150 કરોડનો વિલા….

પૂર્વ RTO કોન્સ્ટેબલ સૌરભ શર્માની બ્લેક મનીને લઇને પહેલા પણ ફરિયાદો થઈ હતી. આમ છતાં તપાસ એજન્સીઓ આંખ આડા કાન કરી રહી હતી. સૌરભ શર્માએ દુબઈમાં પણ પૈસા રોક્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સૌરભે દુબઈમાં એક લક્ઝરી હાઉસ ખરીદ્યું છે, જેની અંદાજિત કિંમત 150 કરોડ રૂપિયા કહેવાઇ રહી છે.

આ ફરિયાદોમાં ટ્રાન્સપોર્ટ વિભાગમાં લૂંટફાટનો પણ ઉલ્લેખ હતો પરંતુ એજન્સીઓએ તપાસ મોકૂફ રાખી હતી. જેના કારણે શર્માના ભ્રષ્ટાચાર પર અંકુશ ન આવી શક્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર શર્મા સામેની ફરિયાદો દબાવી દેવામાં આવી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે શર્મા ચેકપોસ્ટ પરથી પૈસા વસૂલતો અને કેટલાક અધિકારીઓને પણ આપતો, જ્યારે શર્મા વિરુદ્ધની ભ્રષ્ટાચારની ફરિયાદો સીબીઆઈને મોકલવામાં આવી, ત્યારે તેના પર હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી, આ એક મોટો પ્રશ્ન છે.

શર્માએ અરેરા કોલોનીમાં મકાન ખરીદ્યું હોવાની માહિતી સરકારને મળી. તે ઈન્દોરમાં એક હોટલ પણ બનાવવા જઈ રહ્યો છે. આ સાથે એવું પણ જાણવા મળ્યું કે શર્માએ તપાસના ડરથી વિભાગમાંથી રાજીનામું આપી દીધું. શર્માએ તપાસથી બચવા માટે આવું પગલું ભર્યું હોવાનું કહેવાઇ રહ્યુ છે. ત્યાં, અર્ચના શર્મા નામની એક મહિલા પર SPEએ કોઈ કાર્યવાહી કરી નથી ફરિયાદમાં આ વાતનો ઉલ્લેખ છે.

અર્ચના રાજમાતા એજ્યુકેશન એન્ડ સોસાયટી કમિટી નામનું એનજીઓ ચલાવે છે. NGOના ખાતામાં પૈસા નહોતા, છતાં અર્ચનાએ 20 લાખ રૂપિયાની જમીન ખરીદી. તેના પર 2 કરોડ રૂપિયાની ઇમારત પણ બનાવી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, અર્ચના એનજીઓ દ્વારા બ્લેક મનીને વ્હાઇટમાં બદલવાનો પ્રયાસ કરી રહી છે. અર્ચનાને મળેલા નાણાંના સ્ત્રોતની તપાસ થવી જોઈએ. રાજમાતા એજ્યુકેશન એન્ડ સોસાયટી કમિટી નામની એનજીઓના ખાતામાં પૈસા ન હતા. છતાં આટલી મોંઘી જમીન અને મકાન કેવી રીતે ખરીદવામાં આવ્યું ?

શું અર્ચના ખરેખર બ્લેક મનીને વ્હાઇટ કરી રહી છે ? તપાસ એજન્સીઓએ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે શર્મા પાસે 700 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ફરિયાદમાં એવી અનેક મિલકતોનો પણ ઉલ્લેખ છે જે તેણે અન્યના નામે ખરીદી હતી. ફરિયાદમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે શર્માએ દુબઈમાં 150 કરોડ રૂપિયાનો વિલા ખરીદ્યો હતો. મોટાભાગની મિલકત તેની પત્ની દિવ્યા તિવારીના નામે છે.

Shah Jina