8 નવેમ્બર 2016ના રોજ જ્યારે દેશમાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ થઇ ત્યારે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. આ નોટો બદલવા માટે લાખો લોકો બેંકોમાં લાઇનમાં ઉભા રહ્યા હતા. હવે નોટબંધીના આટલા વર્ષો પછી સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેણે આ યાદોને તાજી કરી છે.
વીડિયોમાં બે બાળકો જોવા મળી રહ્યા છે, જે ભંગાર ઉપાડવાનું કામ કરે છે. તેમના હાથમાં 500 રૂપિયાની જૂની નોટોનું બંડલ જોવા મળે છે. આ દ્રશ્ય જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવી રહ્યા છે કે આ બાળકો પાસે આવી બેન નોટો આવી કેવી રીતે…સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં બે બાળકો 500 રૂપિયાની જૂની નોટો સાથે રમતા જોવા મળી રહ્યા છે.
વીડિયો બનાવનાર વ્યક્તિ તેમની સાથએ વાતચીત કરતા કેટલીક નોટ આપવાની વાત કરે છે. વાતચીત દરમિયાન એક બાળક કબાટમાં હાથ નાખી 500-500 રૂપિયાની નોટ નીકાળે છે. આ જોઇને વીડિયો બનાવનાર વ્યક્તિ હેરાન રહી જાય છે. આ વીડિયો વાયરલ થતા જ લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી. કેટલાક તેને જૂના સમયની યાદો સાથે જોડી રહ્યા છે તો કેટલાક તેને આજની આર્થિક સ્થિતિ પર કટાક્ષ તરીકે લઈ રહ્યા છે.
View this post on Instagram