સ્કૂટી ચલાવતા અચાનકથી વ્યક્તિ થઇ ગયો બેહોંશ, હેલમેટ ખોલ્યુ તો અંદરનો નજારો જોઇ નીકળી ગઇ લોકોની ચીસ- જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર અનેક ચોંકાવનારા વીડિયો સામે આવતા હોય છે, ત્યારે હાલમાં જ એક રૂંવાડા ઊભા કરી દે એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને કોઇ પણ ચોંકી જાય. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિ સ્કૂટર ચલાવતી વખતે અચાનક બેભાન થઈ જાય છે.

આ દરમિયાન કેટલાક લોકો તેને સ્કૂટર પરથી નીચે ઉતારીને નજીકની હોસ્પિટલમાં લઈ જાય છે પરંતુ જ્યારે તેઓ સ્કૂટર પર સવાર વ્યક્તિનું હેલ્મેટ ખોલે છે ત્યારે અંદરનો ભાગ જોઈને હેરાન રહી જાય છે. કેમ કે હેલમેટની અંદરથી બેબી કોબ્રા છુપાયેલો નીકળે છે.લોકો કોબ્રાને જોઈને દંગ રહી જાય છે અને સમય બગાડ્યા વિના પ્રોફેશનલ સ્નેક હેન્ડલર્સને સ્થળ પર બોલાવે છે, જેઓ ખૂબ જ કાળજીપૂર્વક હેલ્મેટમાંથી સાપને બહાર કાઢે છે.

હવે આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને લોકો આશ્ચર્યમાં મૂકાઇ રહ્યા છે.જણાવી દઇએ કે, બેબી કોબ્રા કોબ્રા સાપ કરતાં વધુ ઝેરી હોય છે, જે ઘણીવાર હેલ્મેટ, જૂતા અથવા અન્ય કોઈપણ વસ્તુની અંદર છુપાઇ જાય છે. આ જ કારણ છે કે ઘણીવાર કોઈ પણ વસ્તુને સારી રીતે ધૂળ ઝાટક્યા પછી જ પહેરવાની સલાહ આપવામાં આવે છે.

Shah Jina