ભીષણ અકસ્માત : 60થી વધુ લોકોના કરુણ મોત- જાણો કેવી રીતે અને ક્યાં થયો અકસ્માત

હાલમાં જ સાઉથ કોરિયામાં પ્લેન ક્રેશની દુર્ઘટના બની, જેમાં 179 લોકોના મોત થયા છે. ત્યારે હવે દક્ષિણ ઇથોપિયામાં એક માર્ગ અકસ્માત થયો, જેમાં 60થી વધુ લોકોના મોત થયા હોવાની ખબર છે. સ્થાનિક આરોગ્ય અધિકારીએ આ માહિતી આપી છે. રાજધાની અદીસ અબાબાથી લગભગ 300 કિલોમીટર દૂર સિદામા રાજ્યમાં આ અકસ્માતની ઘટના બની હતી.

સિદામા પ્રાદેશિક આરોગ્ય બ્યુરોએ ફેસબુક પર ઘટના અંગે વધુ માહિતી તો નથી આપી પરંતુ તેમણે કહ્યું- તે એક કાર અકસ્માત હતો જેમાં 66 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. આ ઘટના બોના ઝુરિયા વોરેડામાં ગેલાના બ્રિજની પૂર્વ બાજુએ બની હતી. ચાર ઘાયલ મુસાફરો બોના જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

હેલ્થ બ્યુરો દ્વારા શેર કરવામાં આવેલા ફોટામાં, મોટી સંખ્યામાં લોકો એક વાહનની આસપાસ દેખાય છે, જે આંશિક રીતે પાણીમાં ડૂબી ગયું છે અને ઘણા લોકો તેને પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. આફ્રિકાના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ઇથોપિયામાં માર્ગ અકસ્માતો સામાન્ય છે, જ્યાં રસ્તાઓ મોટાભાગે ખરાબ રીતે જાળવવામાં આવે છે.

Previous Article

Fact Check : શું સાનિયા મિર્ઝા અને મોહમ્મદ શમી એકબીજાને કરી રહ્યા છે ડેટ ? જાણો વાયરલ તસવીરોની હકિકત

Next Article

ભંગારમાં પડેલુ હતુ 500-500ની જૂની નોટોનું બંડલ, પસ્તીની જેમ વહેંચી રહ્યા હતા બાળકો- જુઓ વીડિયો

error: Protected Content!