સાપ ગળી ગયો એક ખતરનાક વસ્તુ, બહાર પણ નીકળતી નહોતી, પછી ડોક્ટરે કર્યું એવી રીતે ઓપરેશન કે વીડિયો જોઈને સૌ કોઈ રહી ગયા હક્કાબક્કા, જુઓ

ક્યારેય જોયું છે સાપનું ઓપરેશન ? હોસ્પિટલમાં ભરતી થયો કિંગ કોબ્રા, ડોક્ટરોએ માણસની જેમ કરી સર્જરી, જુઓ વીડિયો

King Cobra Admitted in Hospital : સાપનું નામ સાંભળતાની સાથે જ લોકોના  રૂંવાડા ઉભા થઇ જતા હોય છે અને તેમાં પણ જો કિંગ કોબ્રાની વાત આવે તો લોકો પહેલા પોતાનો જીવ બચાવવાનું વિચારતા હોય છે, તમે ઘણી વાર જોયું હશે કે સાપ શિકારની લાલાચમાં આવીને કોઈ લોખંડની કે પ્લાસ્ટિકની એવી વસ્તુ પણ ગળી જતો હોય છે, ક્યારેક તે તેને બહાર પણ કાઢી નાખે છે, પરંતુ ઘણીવાર આવી વસ્તુઓ તેના પેટમાં ફસાઈ જાય છે અને પછી તેના મોતનું કારણ બની  જતી હોય છે.

પરંતુ જો સાપને સમયસર સારવાર મળી જાય તો તેનો જીવ પણ બચી શકે છે, હાલ એવું જ કંઈક વાયરલ થઇ રહેલા કિંગ કોબ્રાના વીડિયોમાં જોવા મળી રહ્યું છે. જેમાં એક કિંગ કોબ્રા સાપ પ્લાસ્ટિકનું ઢાંકણ ગળી જાય છે, જેના બાદ તેની સર્જરી કરીને આ ઢાંકણને બહાર કાઢવામાં આવે છે. આ ઘટના સાથે જોડાયેલો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વાયરલ વીડિયોમાં ઓપરેશન થિયેટરમાં કિંગ કોબ્રાનું માણસની જેમ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. વીડિયોમાં જોવા મળે છે કે પહેલા સાપના પેટનો એક્સ-રે લેવામાં આવ્યો હતો. એક્સ-રેમાં પ્લાસ્ટિકનું કવર સ્પષ્ટ દેખાતું હતું. આ પછી સાપને શાંત કરવામાં આવ્યો, ઓક્સિજન માસ્ક લગાવવામાં આવ્યુ અને ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. આ પછી સાપનું પેટ કાપીને પ્લાસ્ટિકનું કવર હટાવી દેવામાં આવ્યું હતું.

સાપના પેટમાંથી કવર હટાવીને ટાંકા લેવામાં આવ્યા. આ સમગ્ર ઓપરેશનનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો @AHVS_Karnataka નામના ટ્વિટર એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. આ મામલો દક્ષિણ કન્નડ જિલ્લાના મેંગ્લોરનો છે.

Niraj Patel