ઘરના પતરા પર રહેલા સાપે ઉપરથી લગાવી એવી છલાંગ કે જોનારાનો જીવ પણ હાથમાં આવી ગયો…વીડિયોમાં કેદ થઇ આખી ઘટના…જુઓ

સાપને આવી રીતે છલાંગ લગાવતો આજ પહેલા ક્યારેય નહિ જોયો હોય, વીડિયો જોઈને લોકો બોલ્યા… “ગજબ છે આતો…” તમે પણ જુઓ

સાપનું નામ સાંભળતા જ આપણા હોંશ ઉડી જતા હોય છે. સાપ જો ડંખ મારી દે તો માણસનું બચવું લગભગ મુશ્કેલ હોય છે અને એટલે જ લોકો સાપથી દૂર જ રહેવાનું પસંદ કરતા હોય છે. ઘણીવાર સાપ રસ્તામાં કે ખેતરમાં જોવા મળી જાય છે. સોશિયલ મીડિયામાં પણ સપના ઘણા બધા વીડિયો તમે વાયરલ થતા જોયા હશે.

પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે જોઈને તમારા હોંશ પણ ઉડી જવાના છે. તમે અત્યાર સુધી સાપના રેસ્ક્યુના ઘણા વીડિયો જોયા હશે. આ ઉપરાંત સાપ અને નોળિયાની લડાઈના પણ વીડિયો જોયા હશે. પરંતુ શું ક્યારેય કોઈ સાપને હવામાં જબરદસ્ત છલાંગ લગાવતા જોયો છે ?

ત્યારે આ વીડિયોમાં એક એવી જ ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સાપ એક પતરા વાળા ઘરની ઉપર છે અને ઉપરથી નીચેનું અંતર ઘણું વધારે છે, જેના બાદ સાપ છતના કિનારા સુધી પહોંચી જાય છે પછી પોતાની જાતને સંકોચી એક જબરદસ્ત છલાંગ લગાવીને સીધો જ સામેના રસ્તા પર પડે છે અને પછી ચાલ્યો જાય છે.

આ વીડિયોને ટ્વીટર પર આઈએએસ અધિકારી સુપ્રિયા સાહુ દ્વારા શેર કરવામાં આવ્યો છે જે હાલ જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. ઘણા લોકોએ આ વીડિયોને જોઈને હેરાનગતિ પણ દર્શાવી છે તો ઘણા લોકોનું એમ પણ કહેવું છે કે તેમણે આવી ઘટના પહેલીવાર જોઈ છે. આ વીડિયોને અત્યાર સુધી 9.5 લાખ લોકો જોઈ ચુક્યા છે.

Niraj Patel