તમારા કિંમતી અને નાજુક સામાનને કેવી રીતે ફેંકે છે ફલાઇટના કર્મચારીઓ, જોઈને તમારા પણ રૂંવાડા ઉભા થઇ જશે.. વાયરલ થયો વીડિયો
Ground Staff Throwing Passenger Luggage : સોશિયલ મીડિયામાં રોજ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, કેટલાક વીડિયોની અંદર એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી હોય છે જેને જોઈને લોકોના પણ હોશ ઉડી જાય છે. ત્યારે હાલ એર ઈન્ડિયાના ગ્રાઉન્ડ સ્ટાફનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આમાં, સ્ટાફ મુસાફરોની કિંમતી સામાન પ્લેનમાંથી લગેજ કાર્ટમાં ટ્રાન્સફર કરી રહ્યો છે. પરંતુ જે રીતે આ વસ્તુઓ રાખવામાં આવી રહી છે તે લોકોને બિલકુલ પસંદ નથી.
ક્લિપમાં, એક સ્ટાફ કર્મચારી ગિટાર જેવા નાજુક સંગીતનાં સાધનને ફેંકી દેતો જોઈ શકાય છે. આ ક્લિપ ઈશ્વર દ્વિવેદી નામના વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે પોસ્ટમાં એર ઈન્ડિયા એરલાઈન અને તેના માલિક રતન ટાટાને પણ ટેગ કર્યા છે. વીડિયો પર કેપશન લખતા પોસ્ટ કરનારે લખ્યું છે કે “શું આ તમારી નાજુક વસ્તુઓને હેન્ડલ કરવાની રીત છે?”
આ ઉપરાંત વીડિયો પોસ્ટ કરનારે વીડિયોમાં ટેક્સ્ટ લખી છે કે “આ રીતે એર ઈન્ડિયા અમારા મોંઘા સંગીતનાં સાધનોને હેન્ડલ કરે છે. કૃપા કરીને મારા મિત્રો આ વિડિયો ફેલાવો અને એર ઈન્ડિયાના અધિકારીઓને સવાલ કરો.” વીડિયોના જવાબમાં એક યુઝરે લખ્યું, ‘બધી એરલાઈન્સ આ રીતે કામ કરે છે. કોઈ અપવાદ નથી. આ વાસ્તવિકતા છે.’
View this post on Instagram
અન્ય યુઝરે કહ્યું, ‘આ બેગ પર ‘નાજુક માલ’નું સ્ટીકર છે, જે અહીંથી પણ દેખાય છે. આ ખોટું છે.’ એક ત્રીજી વ્યક્તિએ કહ્યું, ‘જ્યારે હેન્ડલ વિથ કેર’ સ્ટીકર હોય છે, ત્યારે તેઓ તેને વધુ સખત ફેંકી દે છે, અન્ય એક યુઝરે લખ્યું, ‘તેઓ જાણીજોઈને ફેંકી દે છે.’ તમને જણાવી દઈએ કે ગયા મહિને મરાઠી અભિનેતા સિદ્ધાર્થ જાધવે પણ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેણે ઈન્ડિગો એરલાઈન્સની મુંબઈથી ગોવાની ફ્લાઈટ લીધી હતી. લેન્ડિંગ પછી, તેણે તેની સૂટકેસનો એક વીડિયો શેર કર્યો, જે એકદમ તૂટેલી હતી.