કોરોના વાયરસના કારણે કરોડો લોકો સંક્રમણનો શિકાર બન્યા છે. ત્યારે અમેરિકાની અંદર એક વ્યક્તિની પત્નીએ પેરામૅડિકસને જણાવ્યું હતું કે તેના પતિએ ગયા અઠવાડીએથી જ કોરોનાના લક્ષણ દેખાઈ રહ્યા છે. તેમાં સુંઘવા અને ટેસ્ટ કરવાની ક્ષમતા ખોઈ બેસવાનું પણ સામે આવ્યું હતું. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પરંતુ મહિલાએ જણાવ્યું હતું કે તેના પતિ કોરોના પોઝિટિવ નથી અને તે પોતાનો કોરોના ટેસ્ટ કરાવવા માટે લોસ એન્જેલસ જઈ રહ્યા છે. આમ ખોટું બોલી અને તે વ્યક્તિ ફલાઇટમાં બેસી ગયો હતો.
રિપોર્ટ પ્રમાણે ફલાઇટની ઉડાન ભરતા પહેલા તે વ્યક્તિ ખુબ જ કંપી રહ્યો હતો અને પરસેવો પણ આવી રહ્યો હતો સાથે તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થઇ રહી હતી. ફલાઇટ ઉડ્યા બાદ આ વ્યક્તિની હાલત વધુ ખરાબ થવા લાગી હતી. ત્યારબાદ ફલાઇટને ન્યુ ઓરલીએન્સમાં ઇમરજન્સી લેન્ડિગ કરાવવું પડ્યું.

આ વ્યક્તિની બગડતી હાલત જોઈને કેટલાક લોકો તેની આસપાસ પણ આવી ગયા અને પેરામૅડિકસ ટીમમાં સામેલ એક વ્યક્તિએ તેને સીપીઆર પણ આપ્યું. આ વ્યક્તિએ ફલાઇટની અંદર માસ્ક પણ પહેર્યું હતું અને ફલાઇટમાં એક કલાકની યાત્રા બાદ તેને શ્વાસ લેવાનું બંધ કરી દીધું હતું.
ત્યારબાદ કેબીન ક્રૂ દ્વારા પેરામૅડિકસની મદદ બોલાવવામાં આવી ત્યારે ટોની એલ્ડાપા નામના એક વ્યક્તિએ સંક્રમણની ચિંતા કર્યા વગર જ તે વ્યક્તિને બચાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં અને તે વ્યક્તિએ દમ તોડી દીધો.

ટોનીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, “એક વ્યક્તિ જે કોરોના સંક્રમિત હોઈ શકે છે, મેં સીપીઆરની મદદથી તેનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો. હું જાણું છું કે આ જોખમી હોઈ શકે છે. મેં આ યાત્રીની પત્નીને તેની મેડિકલ હિસ્ટ્રી વિશે પૂછ્યું હતું. પરંતુ તેને ના જણાવ્યું કે આ વ્યક્તિ કોરોના પોઝિટિવ હતો. ઉપરાંત તેને મને જણાવ્યું કે લોસ એન્જલ્સમાં આ વ્યક્તિ કોરોના ટેસ્ટ કરાવવાનો છે.”
આ ઘટના બાદ સ્વાસ્થ્ય અધિકારીઓ બાકીના યાત્રીઓનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો ફલાઈટના ક્રૂને આગળના બે અઠવાડિયા સુધી સેલ્ફ આઇસોલેશનમાં રહેવાનું પણ કહેવામાં આવ્યું છે. તો આ બાબતે એરલાઇન્સના પ્રવક્તાનું કહેવું છે કે યાત્રીને હોસ્પિટલમાં ભરતી કરાવતા પહેલા જ તેને દમ તોડી નાખ્યો હતો.

તો બીજી તરફ આ એરલાઇન્સ વિરુદ્ધ લોકોનો ગુસ્સો પણ નીકળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે “યુનાઇટેડ એરલાઇન્સ એક કોરોના પોઝિટિવ વ્યક્તિને ફલાઇટમાં કેવી રીતે યાત્રા કરવા દઈ શકે છે.”