સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ માતાએ કહ્યા હતા આ 2 શબ્દો, બ્રહ્માકુમારી સિસ્ટર શિવાનીએ જણાવ્યુ

અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ નિધન થયુ હતુ. સોમવારના રોજ અભિનેતા માટે સ્પેશિયલ પ્રેયર મીટ રાખવામાં આવી હતી. આ પ્રેયર મીટનો નાનો વીડિયો બિગબોસ એક્સ કંટેસ્ટેંટ પારસ છાબડાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ પ્રેયર મીટમાં બ્રહ્માકુમારી સિસ્ટર્સ પણ સામેલ થઇ હતી. વીડિયોમાં બ્રહ્માકુમારી સિસ્ટર્સ નજર આવી રહી છે.

શિવાની જણાવી રહી છે કે, સિદ્ધાર્થના નિધન બાદ તેમની માતા રીતાએ તેમને શું કહ્યુ હતુ. વીડિયોમાં તમે જોઇ શકો છો કે શિવાની કહે છે કે 2 સપ્ટેમ્બરના રોજ જયારે મેં રીતા આન્ટી સાથે વાત કરી તો તેમણે બસ કહ્યુ કે, ઓમ શાંતિ. તેમના ઓમ શાંતિમાં ઘણી તાકાત હતા. હું એ વિચારી રહી હતી કે તેમનામાં કયાંથી તાકાત આવી.

જયારે મેં તેમને પૂછ્યુ કે તે કેમ છે તો તેમણે કહ્યુ કે, ભગવાનથી હવે એક ઇચ્છા છે કે સિદ્ધાર્થ જયાં પણ રહે ખુશ રહે. સિસ્ટર શિવાની કહે છે કે, રીતા બહેને કહ્યુ કે, તે ગુરુવારે અમૃત વેલા પર ગયો છે, આ તો પરમાત્માનો ઘણો મોટો ઇશારો છે. હું રોકીને તેને તકલીફ નહિ આપુ. તેને આર્શીવાદ આપીશ. તે જયાં પણ જાય ખુશ રહે.

સોમવારે પરિવાર દ્વારા સ્ટેટમેંટ જારી કરવામાં આવ્યુ હતુ જયાં તેમણે ચાહકોના પ્રેમ અને સપોર્ટ માટે આભાર માન્યો. આ સાથે જ તેમણે મુંબઇ પોલિસનો પણ આભાર માન્યો અને કહ્યુ કે, જેમણે સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર દરમિયાન ભીડને સંભાળતા પૂરુ ધ્યાન રાખ્યુ હતુ.

તમને જણાવી દઇએ કે, 3 સપ્ટેમ્બરના રોજ સિદ્ધાર્થના ઓશિવારા સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રીતા શુક્લાએ તેમના હાથથી જવાન દીકરાને મુખાગ્નિ આપી હતી. તેમને જોઇને ત્યાં હાજર લોકોની આંખો નમ થઇ ગઇ હતી. ત્યાં જ સિદ્ધાર્થની ખાસ મિત્ર શહેનાઝ ગિલ હજી પણ સદમામાં છે. તે સમયે તેમના પર અને પરિવાર પર શુ વીતી રહી હતી તેનો કોઇ અંદાજ પણ લગાવી ન શકે.

 

View this post on Instagram

 

A post shared by Paras Chhabra™ (@parasvchhabrra)

Shah Jina